Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રાચ્છ પરિવારે વર્ષો જૂની રક્ષાબંધનની પરંપરા જાળવી:સંયુક્ત પરિવારમાં એકસાથે ઉજવણી કરાઈ

    18 hours ago

    ગીર સોમનાથના વેરાવળ શહેરમાં રૂગનાથ વસનજી રાચ્છ પરિવારે વર્ષો જૂની રક્ષાબંધનની પરંપરા આજે પણ જાળવી રાખી છે. દાદા-પરદાદાના સમયથી આ પરિવારના સભ્યો એકસાથે મોટા ઘરમાં ભેગા મળીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવે છે.આ ઉજવણીમાં ભાઈ-બહેનો એક જ સમયે એકબીજાને રાખડી બાંધે છે. સાથે જ, ઠાકોરજી લાલાને રાખડી અર્પણ કરી પૂજા કરવામાં આવે છે. પરિવાર ગોરબાપાને ઘરે બોલાવી તેમના હાથે દરવાજા પર રાખડી બંધાવી આશીર્વાદ પણ મેળવે છે. નૌતમલાલ રૂગનાથ રાચ્છના ભાવેશ, મિતેશ, અનિસ અને તેમના પરિવારે આ પરંપરાને આજે પણ જીવંત રાખી છે. પરિવારની બહેનો ભાઈઓને રાખડી અને ભાભીઓને લુમ્બા રાખડી બાંધી તેમના નિરોગી અને દીર્ઘ આયુષ્ય માટે આશીર્વાદ આપે છે.હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાના વચનનો તહેવાર છે. શાસ્ત્રો અનુસાર, બહેન ભાઈના જમણા કાંડે રાખડી બાંધી તેના આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. આ તહેવાર રાજા બલિ અને માતા લક્ષ્મીની પૌરાણિક કથા સાથે પણ જોડાયેલો છે, જ્યાં માતા લક્ષ્મીએ બલિને રાખડી બાંધી ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલા PI સાથે ₹5.43 લાખની સાયબર ઠગાઈ:પોલિસી રિન્યુઅલના નામે ગઠિયાઓએ પૈસા ખંખેર્યા, ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ
    Next Article
    નેપાળમાં પૂરથી અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત:ગુમ થયેલા લોકોની સંખ્યા 1900ને પાર; તિબેટ બોર્ડર પર બનેલા તળાવથી હજુ પણ પૂરનો ખતરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment