Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વાસી અને અખાદ્ય ખોરાક સામે મનપા લાલઘૂમ:હોટલ-રેસ્ટોરન્ટ્સમાં કિચનની ગુણવત્તા બાબતે ગ્રાહકો સીધી ફરિયાદ કરી શકશે, ટોલ-ફ્રી નંબર જાહેર

    9 hours ago

    સુરતમાં દૂષિત ખોરાકના કારણે 4 વર્ષની બાળકીના મોતની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ સતત એક્શન મોડમાં છે. શહેરીજનોને શુદ્ધ ખોરાક મળે તે માટે મનપા દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ્સ માટે નવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને નાગરિકોની ફરિયાદ માટે ખાસ ટોલ-ફ્રી નંબર જાહેર કરાયો છે. નવા નિયમો અને 'ફૂડ સેફ્ટી ડેક્લેરેશન' મનપા અધિકારી ડૉ. અમિત સી. પટેલે જણાવ્યું હતું કે, શહેરની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાના પરિસરમાં 'ફૂડ સેફ્ટી ડેક્લેરેશન'નું બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે. આ બોર્ડ પર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે કે રસોઈમાં માત્ર શુદ્ધ દૂધ અને દૂધની જ બનાવટો (જેવી કે દહીં, પનીર, ઘી, ચીઝ, બટર) નો જ ઉપયોગ થાય છે. રસોઈમાં કોઈપણ પ્રકારના ડેરી કે મિલ્ક એનાલોગ (સિન્થેટિક/ભેળસેળયુક્ત બનાવટો) નો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી લેખિત બાંહેધરી આપવાની રહેશે. ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર: 1800 123 8000 બોર્ડ પ્રદર્શિત કરવું ફરજિયાત દરેક રેસ્ટોરન્ટમાં આ ટોલ-ફ્રી નંબરનું બોર્ડ લગાવવું અનિવાર્ય કરાયું છે જેથી ગ્રાહકો ખોરાકની નબળી ગુણવત્તા કે ગંદકી અંગે સીધી ફરિયાદ કરી શકે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં સારા વરસાદ માટે સોમનાથમાં વિશેષ પ્રાર્થના:તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજે 40-50 ભૂદેવો સાથે અભિષેક કર્યો
    Next Article
    Gujarat Breaking News | 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment