Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં સારા વરસાદ માટે સોમનાથમાં વિશેષ પ્રાર્થના:તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજે 40-50 ભૂદેવો સાથે અભિષેક કર્યો

    10 hours ago

    ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની અનિશ્ચિત પરિસ્થિતિ અને પૂરતા વરસાદ માટે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સોમનાથ ખાતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ પૂજામાં અંદાજે 40થી 50 ભૂદેવો જોડાયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન સોમનાથ મહાદેવનો વિવિધ દ્રવ્યોથી અભિષેક કર્યો હતો. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટી ફાલ્ગુન જાનીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ દેશ કે સમાજ સામે કોઈ આપત્તિ આવે છે, ત્યારે સોમપુરા બ્રાહ્મણ સમાજ ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરે છે. આ જ પરંપરાને જાળવી રાખીને, ગુજરાતમાં સમયસર અને સારો વરસાદ થાય તેમજ વરસાદ સંબંધિત સંકટ દૂર થાય તે માટે આ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજા દરમિયાન ભગવાન સોમનાથ મહાદેવને શાસ્ત્રોમાં દર્શાવેલી વિધિ મુજબ વિવિધ પવિત્ર દ્રવ્યોથી અભિષેક કરાયો હતો. જેમાં જળ, લીલા નાળિયેરનું પાણી, શેરડીનો રસ અને ઘી સહિતના દ્રવ્યોનો સમાવેશ થાય છે. ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય અને પ્રકૃતિની કૃપા વરસે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ફાલ્ગુન જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથ દાદાની કૃપાથી ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ સુધરે અને સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થાય તેવી સમાજ દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો માટે અનુકૂળ વરસાદી માહોલ સર્જાય તેવી પણ ભગવાનના ચરણોમાં વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, નેપાળમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે પણ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભૂદેવો જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂજા સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Google's AI Mode Can Now Track Flight Prices and Book Hotels for You
    Next Article
    સુરતમાં વાસી અને અખાદ્ય ખોરાક સામે મનપા લાલઘૂમ:હોટલ-રેસ્ટોરન્ટ્સમાં કિચનની ગુણવત્તા બાબતે ગ્રાહકો સીધી ફરિયાદ કરી શકશે, ટોલ-ફ્રી નંબર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment