Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં નર્સિંગ વિદ્યાર્થીઓએ પોલીસને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી

    1 day ago

    ગોધરામાં સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ સાયન્સ કૉલેજના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી હતી. સમાજની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે સન્માન અને ભાઈચારાની લાગણી વ્યક્ત કરવા નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીઓ વિવિધ પોલીસ મથકોએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ ગોધરા એસ.પી. કચેરી, શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોલીસ કર્મચારીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ કર્મચારીઓએ પણ વિદ્યાર્થીઓની આ પહેલને બિરદાવી તેમને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી આ ઉજવણી ગોધરામાં ચર્ચાનો વિષય બની હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન:મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલ અને બહેનોએ જવાનોને રાખડી બાંધી
    Next Article
    'Saw Lord Shiva's Face When Water Came Hurtling Down': Kailash Pilgrims To NDTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment