Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન:મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલ અને બહેનોએ જવાનોને રાખડી બાંધી

    1 day ago

    જામનગરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન જગત રાવલ તથા ભારત તિબબત સંઘ મહિલા વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ જામનગર ખાતે ફરજ બજાવતા જવાનો તેમજ માજી સૈનિકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. જવાનોને તિલક કરી રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરવામાં આવી હતી. દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા સૈનિકો સાથે આ પર્વની ઉજવણી કરીને તેમને દેશવાસીઓનો પ્રેમ અને શુભેચ્છાઓનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. ડિમ્પલબેન જગત રાવલે જણાવ્યું હતું કે, રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો તહેવાર નથી, પરંતુ દેશની રક્ષા માટે સરહદે ફરજ બજાવતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ અવસર છે. તેમણે ઉમેર્યું કે, દેશની સરહદની રક્ષા કરતા જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે. તેથી રક્ષાબંધનના પવિત્ર દિવસે તેમને રાખડી બાંધી ભાઈ તરીકેનું સન્માન આપવાનો આ એક નાનકડો પ્રયાસ છે. આ પ્રયાસમાં તેમને હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને અન્ય માજી સૈનિકોનો સહકાર મળે છે. ‘એક રાખી ફૌજી કે નામ’ અભિયાન છેલ્લા અગિયાર વર્ષથી જામનગરમાં યોજાઈ રહ્યું છે. આ વર્ષે પણ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. જામનગરની બહેનો ઉપરાંત વિવિધ મહિલા સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, હાલાર માજી સૈનિક મંડળ, ભારત તિબબત સંઘ મહિલા વિભાગની બહેનો અને કોલેજની વિદ્યાર્થીનીઓ પણ આ અભિયાન સાથે જોડાઈ હતી. બહેનો દ્વારા મોકલવામાં આવેલી રાખડીઓ દેશની સરહદે ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ માજી સૈનિકોને પણ રાખડી બાંધવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના સૈનિકોને એ અહેસાસ કરાવવાનો છે કે તેઓ દેશની સરહદ પર ફરજ બજાવતા હોય ત્યારે પણ દેશની કરોડો બહેનોની લાગણી અને શુભેચ્છાઓ હંમેશા તેમની સાથે છે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈને દેશના જવાનો માટે રાખડીઓ મોકલી હતી. આ પ્રસંગે રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ સાથે દેશના જવાનોના શૌર્ય, સાહસ અને દેશસેવાને નમન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા આગામી વર્ષોમાં પણ આ અભિયાનને વધુ વ્યાપક બનાવી વધુને વધુ બહેનો અને મહિલા સંસ્થાઓને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ:કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો પહોંચી, લાગણીસભર દ્રશ્યો સર્જાયા
    Next Article
    ગોધરામાં નર્સિંગ વિદ્યાર્થીઓએ પોલીસને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment