Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોસંબામાં નારિયેળી પૂનમે સમુદ્રદેવની મહાપૂજા:સાગરખેડૂઓ-ગ્રામજનોએ શ્રદ્ધાભેર પરંપરાગત રીતે ઉજવણી કરી, સમુદ્રમાં નારિયેળ વધેરીને ધન્યતા અનુભવી

    1 day ago

    વલસાડના કોસંબા ખાતે નારિયેળી પૂનમના પવિત્ર તહેવાર નિમિત્તે માછીમાર અને ટંડેલ સમુદાય દ્વારા સમુદ્રદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ, સાગરખેડૂ ભાઈઓ અને સ્થાનિક ગ્રામજનોએ સમુદ્રમાં નારિયેળ વધેરીને ધન્યતા અનુભવી હતી. સ્થાનિક અગ્રણી ઈશ્વરભાઈ ટંડેલે આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ નારિયેળી પૂનમે હનુમાન ભાગડાના પુલ પાસે નદીની પૂજા કરવામાં આવતી હતી. જોકે, 1974થી કોસંબા ગામ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજીના સાનિધ્યમાં જોડાયા બાદ દરિયાકિનારે સમુદ્ર પૂજનની પરંપરા શરૂ થઈ હતી. આ ઉજવણી અંતર્ગત વહેલી સવારે પ્રાર્થના મંદિરેથી પ્રભાતફેરી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ શ્રીસૂક્તમ અને મંત્રોચ્ચાર સાથે દરિયાકિનારે પહોંચી પૂજા-અર્ચના કરી હતી. આશરે એક હજારથી વધુ ભક્તો હાથમાં પૂજાની થાળી અને નારિયેળ લઈને સમુદ્રદેવના દર્શનાર્થે એકત્રિત થયા હતા. ઈશ્વરભાઈ ટંડેલે વધુમાં ઉમેર્યું હતું કે, માછીમાર સમાજનું જીવન સંપૂર્ણપણે દરિયા પર આધારિત છે. દરિયો આપણને બધું જ આપે છે, તેથી સમુદ્રની પૂજા કરવી અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શિક્ષણ અને રોજગારીથી પરિસ્થિતિ સુધરી હોવા છતાં, દરિયાદેવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા આજે પણ અકબંધ છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા મહિલા મોરચાએ ગણદેવી-અમલસાડ પોલીસને રાખડી બાંધી:સુમિત્રાબેન પટેલ અને બહેનોએ પોલીસ જવાનોનું સન્માન કર્યું
    Next Article
    'વેઇટર ઢળી પડતા નાળિયેર ફૂટે એવો અવાજ આવ્યો':જીવ બચાવતા પહેલા પાટીદાર પરિવાર ડરી ગયો, આબુની હોટલ હિલ્લોકમાં 5 મિનિટમાં શું શું થયું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment