Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા જેલ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા:ભાવનગર જિલ્લા જેલમાં ઉત્સાહ અને ભાવુક માહોલ વચ્ચે ઉજવાયો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, બહેનોએ ભાઈઓના કાંડે બાંધી રક્ષા

    21 hours ago

    ભાવનગર જિલ્લા જેલમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર સંબંધોનો પર્વ 'રક્ષાબંધન' અનોખી ભાવનાત્મક ક્ષણો વચ્ચે ઉજવાયો હતો. જેલની ચાર દીવાલો પાછળ કેદ ભાઈઓના કાંડે બહેનોએ રક્ષા સૂત્ર બાંધીને લાંબી આયુ અને સુખી જીવનની કામના કરી હતી, જેણે જેલ પરિસરમાં ઉપસ્થિત સૌની આંખોમાં હર્ષના આંસુ લાવી દીધા હતા, ભાવનગર જિલ્લા જેલ ખાતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા... જેલોના વડા કે.એલ. રાવ અને સૌરાષ્ટ્ર ઝોનના ડી.આઈ.જી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા જેલ સુપ્રીટેન્ડેન્ટ ડી.ડી. પ્રજાપતિના સુચારુ આયોજનથી જેલમાં બંધ કેદીઓની સગી બહેનો જેલ સુધી પહોંચી હતી અને પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી, હાલ ભાવનગર જિલ્લા જેલમાં અંદાજે 800 જેટલા બંધીવાનો બંધ છે. આ તમામ બંદિવાનો તહેવારની ખુશીથી વંચિત ન રહે અને બહેનો પોતાના ભાઈને સરળતાથી રક્ષા બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. રક્ષાબંધનના આ ખાસ દિવસે જેલની સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા તૈયારી કરવામાં આવી હતી. જે બહાર આવતી બહેનો માટે પ્રાયોરિટી મુજબ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી, બહેનોએ જેલ બહાર પોતાના નોમિનેશન કરાવી નામ નોંધાવ્યા બાદ ક્રમાનુસાર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેથી કોઈ અગવડ કે અડચણ વગર સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક સંપન્ન થયો હતો., બહેનોએ પોતાના ભાઈઓને રક્ષા બાંધીને આ પર્વની ભાવસભર ઉજવણી કરી હતી..
    Click here to Read More
    Previous Article
    ગઢડા ગોપીનાથજી મંદિરે વિશેષ રાજસી શણગાર:રક્ષાબંધન પર્વે ભક્તોએ અલૌકિક દર્શન કર્યા
    Next Article
    GATE Registration 2027 Delayed Again, New Application Dates To Be Released Soon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment