Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા ગોપીનાથજી મંદિરે વિશેષ રાજસી શણગાર:રક્ષાબંધન પર્વે ભક્તોએ અલૌકિક દર્શન કર્યા

    20 hours ago

    રક્ષાબંધનના પાવન પર્વે ગઢડાના ગોપીનાથજી મંદિરે ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજને વિશેષ રાજસી શણગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શન માટે ગઢપુરધામમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાનને અસલી હીરા-મણિઓથી જડિત રત્નમય મુકુટ, હીરાથી જડિત દિવ્ય કુંડળ અને મનમોહક વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવ્ય હીરામય મુકુટ અને રત્નજડિત કુંડળોથી ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ અતિ તેજસ્વી અને મનમોહક બની ઊઠ્યું હતું. રક્ષાબંધનના પાવન અવસરે કરવામાં આવેલા આ વિશેષ શણગારના દર્શન કરી ભક્તોએ "મારા ગોપીનાથજીને મારી રાખડી" ના ભાવ સાથે ભગવાનના ચરણોમાં પોતાની શ્રદ્ધા અને ભક્તિ અર્પણ કરી હતી. પવિત્ર પૂર્ણિમાના અવસરે ગોપીનાથજી મહારાજના આ રાજસી અને અલૌકિક દર્શનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધન પર સોનું સસ્તું થયું:10 ગ્રામનો ભાવ ₹160 ઘટીને ₹1.58 લાખ પર આવ્યો, ચાંદી ₹882 વધીને ₹2.40 લાખ પ્રતિ કિલો પર પહોંચી
    Next Article
    જિલ્લા જેલ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા:ભાવનગર જિલ્લા જેલમાં ઉત્સાહ અને ભાવુક માહોલ વચ્ચે ઉજવાયો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, બહેનોએ ભાઈઓના કાંડે બાંધી રક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment