Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી:જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી: બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી, ભાઈને જોઈ બહેનોની આંખો ભરાઈજેલ પ્રશાસને કરી ખાસ વ્યવસ્થા

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને જ્યારે બહેનોએ રાખડી બાંધી ત્યારે અત્યંત લાગણીસભર અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેલ પ્રશાસન દ્વારા બહેનો પોતાના બંદીવાન ભાઈઓને સરળતાથી રાખડી બાંધી શકે અને શુભેચ્છાઓ પાઠવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજન પાછળ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સાથે કેદીઓમાં માનસિક પરિવર્તન આવે અને તેઓ પરિવારનો સ્પર્શ અનુભવી શકે તેવો ઉમદા આશય રહેલો છે. ​કોઈપણ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતી નથી, પરંતુ કાયદા વિરુદ્ધના કાર્યના કારણે તેને જેલના સળિયા પાછળ જવું પડે છે. ગુનેગાર બન્યા બાદ વ્યક્તિ સારા માર્ગે વળીને સમાજમાં સારું જીવન જીવી શકે તે માટે જેલ વિભાગ સતત કાર્યરત રહે છે. આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે વહેલી સવારથી જ બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી. આ સમયે રાખડી બાંધતી બહેનો અત્યંત ભાવવિભોર બની ગઈ હતી અને ભાઈના દીર્ઘાયુ તથા રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. ​પોતાના ભાઈ સાગરને રાખડી બાંધવા આવેલા ગીતાબેન ટાટમિયાએ જેલ અને પોલીસ પ્રશાસનનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમની મહેરબાનીથી તેમને અંદર જઈને ભાઈને રાખડી બાંધવા મળી. તેઓએ ભાવુક થઈને ઉમેર્યું કે તેઓ ચાર બહેનો છે અને પિતાના છત્રછાયા વગરના પરિવારમાં એકમાત્ર ભાઈ જ આખો આધાર છે. તેમનો ભાઈ શ્રવણની જેમ બીમાર માતાની સેવા કરતો હતો અને હાલમાં માતા ખાટલામાં પડીને પોતાના એકમાત્ર દીકરાની રાહ જોઈ રહી છે. તેમણે વિનંતી કરી હતી કે તેમના ભાઈ સામે કોઈ મોટો ગુનો ન હોવાથી તેને વહેલી તકે જેલમાંથી મુક્ત કરવામાં આવે. ​રાજકોટથી પોતાના ભાઈને મળવા આવેલા કિંજલબેન સુરેશભાઈ ટાટમિયાએ પણ જેલ પ્રશાસનની વ્યવસ્થા બદલ આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા હતા. ભાઈને મળતી વખતે અત્યંત ભાવુક થઈ ગયેલા કિંજલબેને આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે ભાઈ પ્રત્યે બહેનની લાગણી અનંત હોય છે અને આ પવિત્ર તહેવારે ભાઈને મળવાની તક મળવી તેમના માટે અત્યંત લાગણીસભર ક્ષણ છે.
    Click here to Read More
    Previous Article
    મુસ્લિમ બહેને રાખડી બાંધી ભાઈનો હાથ ન છોડ્યો:સુરત સબજેલમાં ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી, વડોદરામાં ચૈતર વસાવાને 4 બહેને રાખડી બાંધી; સાબરમતીમાં પણ ભાવૂક દૃશ્યો
    Next Article
    Rebuilding Nepal's Infra After Floods Could Cost $5 Billion, Says Billionaire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment