Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી:બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી, જેલ સ્ટાફ બન્યો મહિલા કેદીઓનો ભાઈ

    1 day ago

    મોરબી સબ જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. બહેનોએ ભાઈઓને વહેલી મુક્તિ મળે અને ભવિષ્યમાં સારા નાગરિક બની જીવનની નવી શરૂઆત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. જેલ તંત્ર દ્વારા રક્ષાબંધન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેલના નિયમો અનુસાર, માત્ર બહેનોને જ પ્રવેશ આપી તેઓ પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે તે માટે સુચારુ આયોજન કરાયું હતું. ભાઈને રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. લાંબા સમય બાદ ભાઈ સાથેની મુલાકાત અને ભાવુક ક્ષણોને કારણે જેલ પરિસરમાં હૃદયસ્પર્શી દૃશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત, જેલમાં રહેલી મહિલા કેદીઓ માટે તેમના પરિવારજનોમાંથી કોઈ રાખડી બાંધવા આવી શક્યા ન હતા. આવા સંજોગોમાં, મહિલા કેદીઓ ભાઈના પ્રેમથી વંચિત ન રહે તે માટે જેલ અધિક્ષક અને જેલ સ્ટાફના સભ્યો તેમના ભાઈ બન્યા હતા અને તેમને રાખડી બંધાવી હતી. મોરબી સબ જેલ તંત્ર દ્વારા દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, જેથી કેદીઓ અને તેમની બહેનો આ પવિત્ર તહેવારની લાગણીથી વંચિત ન રહે. આ સમગ્ર વ્યવસ્થા બદલ કેદીઓ અને રાખડી બાંધવા આવેલી બહેનોએ જેલ અધિક્ષક અને સ્ટાફનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મુસ્લિમ બહેને રાખડી બાંધી ભાઈનો હાથ ન છોડ્યો:સુરત સબજેલમાં ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી, સાબરમતી જેલમાં પણ ભાવૂક દૃશ્યો
    Next Article
    Irfan Pathan's "My Favourite" Post On Raksha Bandhan Is Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment