Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ બહેને રાખડી બાંધી ભાઈનો હાથ ન છોડ્યો:સુરત સબજેલમાં ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી, સાબરમતી જેલમાં પણ ભાવૂક દૃશ્યો

    1 day ago

    અમદાવાદની સાબરમતી અને સુરતની જેલમાં આજે 28 ઓગસ્ટે રક્ષાબંધનના પર્વે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત સબજેલ જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી એક મુસ્લિમ બહેન પોતાના આંસુ રોકી શકી ન હતી. ભાઈના કાંડે પવિત્ર રક્ષા સૂત્ર બાંધ્યા બાદ બહેન એટલી હદે ભાવવિભોર બની ગઈ હતી કે તે ભાઈને વળગી પડી હતી અને તેનો હાથ છોડવા જ તૈયાર ન હતી. ભાઈ-બહેન વચ્ચેના આ અતૂટ સ્નેહને જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે દરમિયાનગીરી કરી બહેનને માંડ સમજાવી જેલમાં મુલાકાતનો સમય મર્યાદિત હોવા છતાં, રાખડી બાંધ્યા પછી બહેન ભાઈનો હાથ પકડીને સતત રડી રહી હતી અને વિયોગ સહન ન થતાં તેને મુક્ત કરવા માંગતી ન હતી. ભાઈ પણ બહેનને આ રીતે રડતી જોઈને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. બંને વચ્ચેનો આ આક્રંદ જોઈને અંતે જેલ પ્રશાસન અને પોલીસકર્મીઓએ મધ્યસ્થી કરવી પડી હતી. પોલીસે બહેનને સાંત્વના આપી ભારે હૈયે સમજાવીને ભાઈથી અલગ કરી બહાર મોકલી હતી. જેલ પરિસરમાંથી બહાર નીકળતી વખતે પણ બહેન સતત ચોધાર આંસુએ રડતી નજરે પડી હતી. ધર્મ-સંપ્રદાયને ઓળંગતો ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવે છે, પરંતુ આ સબજેલમાં જોવા મળેલા દ્રશ્યોએ સાબિત કરી દીધું કે ભાઈ-બહેનનો પ્રેમ કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાયના સીમાડામાં બંધાયેલો નથી. મુસ્લિમ સમાજની આ બહેને જેલમાં જઈને ભાઈના કાંડે રક્ષા બાંધીને હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડ સ્નેહનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાઈ પ્રત્યેનો તેનો આ નિઃસ્વાર્થ પ્રેમ જેલની ચાર દીવાલો વચ્ચે ગમગીન છતાં પવિત્ર વાતાવરણ સર્જી ગયો હતો. અનેક બહેનો જેલમાં રાખડી બાંધવા પહોંચી રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને જેલ પ્રશાસન દ્વારા બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો જેલ પહોંચી હતી. ચારેય તરફ બહેનો પોતાના ભાઈઓના કપાળ પર તિલક કરી, મીઠાઈ ખવડાવી રાખડી બાંધતી જોવા મળી હતી. જેલના સળિયા પાછળ રહેલા ભાઈઓને જોઈને અનેક બહેનો રડી પડી હતી. તો તરફ અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં વહેલી સવારથી જ લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. હત્યા, ચોરી, લૂંટ અને દુષ્કર્મના ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને રાખડી બાંધવા બહેનો જેલમાં પહોંચી હતી. બહેનોએ ભાઈઓના હાથ પર રાખડી બાંધી ત્યારે અનેક ભાઈઓની આંખમાં પણ આંસુ આવી ગયા હતા, તો સામે ભાઈને જોઈ બહેનો પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. 3 હજાર કેદીઓને બહેનોએ રક્ષાસૂત્ર બાંધ્યું જેલ તંત્ર દ્વારા આજે 28 ઓગસ્ટે રક્ષાબંધનને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણીની શરૂઆત થઈ હતી જે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે. અગાઉ જેમણે નોંધણી કરાવી હોય તે બહેનોને જ આજે જેલમાં રાખડી બાંધવા પ્રવેશ આપવામાં આવતો હતો. બહેનો સરળતાથી રાખડી બાંધી શકે તે માટે અલગ અલગ ટેબલ ગોઠવીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંને જેલના મળી કુલ 3 હજારથી વધુ કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી. ગુનાની દુનિયા છોડી નવું જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા લાંબા સમય બાદ ભાઈ-બહેનની મુલાકાતનો અવસર મળતા જેલ પરિસરમાં થોડા સમય માટે પરિવાર અને લાગણીનું વાતાવરણ સર્જાયું હતું. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને જીવનમાં ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા અને સજા પૂર્ણ થયા બાદ નવી શરૂઆત કરવાની અપીલ કરી હતી. સામા પક્ષે અનેક ભાઈઓએ પણ બહેનોને ફરી ક્યારેય ગુનો ન કરવાની ખાતરી આપી હતી. કેદીઓએ બહેનોને વિશ્વાસ આપ્યો હતો કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેઓ ગુનાની દુનિયાથી દૂર રહેશે અને પરિવાર સાથે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરશે. જ્યારે અમદાવાદ શહેર પોલીસની 'She Team' દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને રાખડી બાંધીને સ્નેહ અને સુરક્ષાના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આર પ્રજ્ઞાનંદ ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય:કારુઆનાને 15-13 થી હરાવ્યા, ₹1.91 કરોડની ઇનામી રકમ મળી
    Next Article
    મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી:બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી, જેલ સ્ટાફ બન્યો મહિલા કેદીઓનો ભાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment