Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક-ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકોના મોત:જાફરાબાદના નાગેશ્રી-ચોત્રા માર્ગ પર અકસ્માત, રક્ષાબંધનના તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ

    8 hours ago

    અમરેલીના જાફરાબાદ તાલુકામાં નાગેશ્રી-ચોત્રા માર્ગ પર મોડી રાત્રે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ઘરે પરત ફરી રહેલા યુવકોને અકસ્માત નડ્યો આ ઘટના રાત્રિના 2 થી 3 વાગ્યાની આસપાસ બની હતી. નાગેશ્રીના રહેવાસી મહાવીર જશુ વરૂ અને શાયમ રામ જોગદીયા ચોત્રા ગામથી નાગેશ્રી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ચોત્રા રોડ પર શીતળા માતાના મંદિર નજીક પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટર સાથે તેમની બાઇક અથડાઈ હતી. બન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત અકસ્માત એટલો ભયાવહ હતો કે, બંને યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. નાગેશ્રી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી હરેશ ઘોહા વરૂએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરાવ્યો છે. મૃતક યુવકોના પરિવારોમાં શોક નાગેશ્રી PSI કે.ડી. હડિયાની ટીમે ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના રક્ષાબંધનના તહેવારના દિવસે જ બની છે. મૃતક યુવકોના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 472નાં મોત, 1500 લોકો હજુ પણ ગુમ:290 ભારતીયોની શોધખોળ ચાલુ; PM બાલેને વિદેશી રેસ્ક્યૂ ટીમની મદદ ફગાવી
    Next Article
    બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉમિયા મહિલા સંગઠને રાખડી બાંધી:અધિકારીઓ અને કર્મચારીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment