Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર જેલમાં ધકેલાયો:રાજકોટમાં કેટરર્સમાં કામે જતી સગીરાને ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધી ફોટા પાડ્યાનો આક્ષેપ

    1 day ago

    રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની બાળકીને કેટર્સમાં કામ કરવા જતી વખતે ભોમેશ્વર વિસ્તારના અમૃત બેલમ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. આ પછી તેને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ દિવસે ચાર વખત ઓફિસમાં લઇ જઈ નરાધમે દુષ્કર્મ આચરી મોબાઈલમાં ફોટા પાડ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપી અમૃતની બેલમની ધરપકડ કરીને ગઈકાલે (27 ઓગસ્ટ) જેલ હવાલે કરવામાં આવ્યો છે. કેટરર્સના કામે જતી વખતે આરોપી અમૃત ઉર્ફે શની સાથે પરિચય થયો ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી 5 મહિના પહેલા તેની 15 વર્ષની દીકરી કેટરર્સના કામે જતી હતી, ત્યાં તેનો પરિચય સાથે કામ કરતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સ અમૃત ઉર્ફે સન્ની બેલમ સાથે થયો હતો. જે બાદ બન્નેએ એક બીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી અને સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન અમૃતએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ 27 જૂનથી 26 ઓગસ્ટ સુધી સમય દરમિયાન સગીરાને પોતાના વાહનમાં બેસાડી જયુબેલી ચોક પાસે આવેલ એક બિલ્ડિંગમાં ઓફિસમાં લઇ જઈ ચાર વખત સગીરાની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને તેના મોબાઈલ ફોનમાં ફોટા પણ પાડ્યા હતા. આરોપીની ધરપકડ કરીને જલે હવાલે કરાયો આ પછી આરોપી અમૃતએ સગીરાને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગભરાઈ ગયેલી સગીરાએ પોતાની આપવીતી પરિવારને જણાવતા સગીરાની માતાએ થોરાળા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 65(1), 64(2)(એમ), 351(3), 352 તથા પોક્સોની કલમ 4, 6 મુજબ ગુનો નોંધી ગણતરીની કલાકમાં જ આરોપીની ધરપકડ કરી ગુરુવારે 27 ઓગસ્ટના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન કબ્જે કરી FSLમાં મોકલાયો ઉલ્લેખનીય છે પોલીસ તપાસમાં આરોપી દ્વારા જે જગ્યાએ દુષ્કર્મ આચરવામાં આવ્યું તે જમીન મકાન લે વેચનું કામ કરતા ધંધાર્થીની હોવાનું અને આરોપી અગાઉ ત્યાં કામ કરતો હતો એ સમયે ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સગીરાના આક્ષેપ મુજબ દુષ્કર્મ દરમિયાન ફોટા પાડ્યા હતા તેમ કહેતા આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવતા કોઈ ફોટા મળી ન આવતા પોલીસ આરોપીનો મોબાઈલ ફોન કબ્જે કરી FSLમાં મોકલી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 અંકનો ઉછાળો:77,150 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક વધ્યો; IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    માલદામાં એક મહિનામાં 75+ નવજાત શિશુઓના મોત:એક દિવસમાં 10 બાળકોના મોત બાદ તપાસનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment