Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલદામાં એક મહિનામાં 75+ નવજાત શિશુઓના મોત:એક દિવસમાં 10 બાળકોના મોત બાદ તપાસનો આદેશ

    22 hours ago

    પશ્ચિમ બંગાળના માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઓગસ્ટમાં નવજાત શિશુઓના મૃત્યુનો આંકડો 75ને પાર પહોંચી ગયો છે. જેમાં એક જ દિવસમાં 10 બાળકોના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હોસ્પિટલે આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલ્યો છે. આ દરમિયાન જિલ્લા પ્રશાસને પણ અલગથી રિપોર્ટ માંગ્યો છે. ગુરુવારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મેડિકલ કોલેજના અધિકારીઓ સાથે બેઠક કરી. પ્રશાસન એ જાણવા માગે છે કે એક મહિનામાં મૃત્યુનો આંકડો 75ને પાર કેવી રીતે પહોંચ્યો. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા બેઠકમાં કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. તેમને વિસ્તૃત રિપોર્ટમાં સામેલ કરવામાં આવશે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. મૃત્યુ રોકવા માટે નવી ગાઈડલાઈન પણ તૈયાર કરવામાં આવી રહી છે. સારવાર પણ તપાસના દાયરામાં ભરતી પછી સારવારની પ્રક્રિયા, બાળકોની સ્થિતિ અને ઉપચારમાં કોઈ પણ સ્તરે ખામીની પણ તપાસ થશે. આ મૃત્યુ પાછળના તબીબી કારણો ઉપરાંત અન્ય કારણોની પણ તપાસ કરવામાં આવશે. 10 મૃત્યુમાં 8 નવજાત રેફર થઈને આવ્યા હતા માલદા મેડિકલ કોલેજમાં આસપાસના જિલ્લાઓ સાથે બિહાર અને ઝારખંડથી પણ ગંભીર નવજાત રેફર થઈને આવે છે. અહીં એક દિવસમાં મૃત્યુ પામેલા 10 નવજાત શિશુઓમાંથી આઠ અન્ય હોસ્પિટલો અને નર્સિંગ હોમમાંથી આવ્યા હતા. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના પદ પર કાર્યરત ડૉ. પ્રસેનજીત કુમાર બારે જણાવ્યું કે તમામ બાળકોની સીસીયુમાં સારવાર કરવામાં આવી, પરંતુ તેમની હાલત એટલી ગંભીર હતી કે તેમને બચાવી શકાયા નહીં.
    Click here to Read More
    Previous Article
    પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર જેલમાં ધકેલાયો:રાજકોટમાં કેટરર્સમાં કામે જતી સગીરાને ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધી ફોટા પાડ્યાનો આક્ષેપ
    Next Article
    નેપાળના પૂરમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 26 થઈ:અમદાવાદ-આણંદના સૌથી વધુ લોકો, 26માં અનેક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment