Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનની આગલી રાત્રે યુવકની જાહેરમાં હત્યા:ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ છરી મારી, પેરોલ પર બહાર આવેલા આરોપીએ અન્ય સાથે મળી મર્ડર કર્યું

    8 hours ago

    અમદાવાદમાં રક્ષાબંધનની આગલી રાત્રે ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ યુવકની જાહેરમાં છરીના ઘા મારી બે યુવકોએ હત્યા કરી છે. હત્યા કરનાર બેમાંથી એક આરોપી ગુનામાં પેરોલ પર છૂટીને બહાર આવ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ પર બહાર આવેલા આરોપીએ અન્ય સાથે મળી હત્યા કરી દિલીપ ઉર્ફે બકરો સોનકર નામનો યુવક એક્સેસ ટુ-વ્હીલર લઈને ગઈકાલે રાત્રે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાનમાં ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે યુવકો ત્યાં આવ્યા અને દિલીપ સાથે બોલાચાલી કરી હતી. બંનેએ છરી કાઢી દિલીપના શરીરના ભાગે મારી દીધી હતી. જેથી દિલીપ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. સૂત્રો મુજબ હત્યા કરનાર આરોપી ભરત પેરોલ પર બહાર આવેલો હતો.
    Click here to Read More
    Previous Article
    ફેસ જેલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:પાર્સલના ડબ્બામાંથી બોટલ કાઢતા પોલીસને પરસેવો છૂટ્યો!, રાજકોટ PCBએ 2.65 લાખનો દારૂ ઝડપ્યો
    Next Article
    Bengaluru College Student Loses Rapido Earnings To 'Hospital Emergency' Scam: 'Wanted To Give Money To Mom'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment