Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસ જેલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:પાર્સલના ડબ્બામાંથી બોટલ કાઢતા પોલીસને પરસેવો છૂટ્યો!, રાજકોટ PCBએ 2.65 લાખનો દારૂ ઝડપ્યો

    8 hours ago

    ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાર્સલમાં દારૂનો જથ્થો મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને પોલીસે ઝડપી પાડતા હવે પાર્સલમાં પણ ટેક્નિકનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાની બુટલેગરના પ્રયાસને રાજકોટ શહેર PCBએ નિષ્ફળ બનાવી દીધો છે. પતરાંના ડબ્બાની અંદર દારૂના નાના-નાના ચપલા ભરી તેને મશીનથી પેક કરી વચ્ચે ભુસુ ભરાવી બાદમાં પાર્સલ કરેલા આ મોટા જથ્થાને ઝડપી પાડી પોલીસે 2.65 લાખનો દારૂ કબજે કરી સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે. બુટલેગરના આ નવા કીમિયાને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી અને એક એક ડબ્બામાંથી દારૂ કાઢવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી પડી હતી. શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં PCBની રેડ રાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે, ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં પાર્સલમાં બુટલેગર દ્વારા વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો છે. જેથી સ્થળ પર પહોંચી તપાસ કરી અને પોલીસે પાર્સલમાં શું છે પૂછતાં ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલ હોવાનું બિલમાં ઉલ્લેખ કરાયો હતો. પરંતુ પોલીસને શંકા જતા ખોલી ચેક કર્યું હતું. જેમાં એક બોક્સની અંદર 12 પતરાના ડબ્બા ભરાયેલા હતા અને ડબ્બાને હાથમાં લઈ જોતા અંદર શંકાસ્પદ વસ્તુ હતું. પાર્સલમાં ફેશ જેલની આડમાં દારૂની બોટલો હતી જેથી પોલીસે સ્થળ પર ડબ્બાને તોડી જોતા અંદરથી વિદેશી દારૂના 3 ચપલા મળી આવ્યા હતા. ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલ નામથી આવેલા તમામ પાર્સલ બોક્સ પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તમામની અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ‌₹ 2.65 લાખ કિંમતના 924 નંગ ચપલા મળી આવતા પોલીસે ખોટા બિલ બનાવી ખોટા પાર્સલ મારફત દારૂ ઘુસાડવા બદલ ગુનો નોંધી દારૂના જથ્થાના સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે. ડબ્બામાંથી બોટલો કાઢતા PCBને પરસેવો છૂટ્યો! રાજકોટ PCB ટીંમ દ્વારા અગાઉ પાર્સલમાં આવેલા દારૂ ઘણી વખત ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આ વખતે પાર્સલમાં પણ પોલીસ પકડી નહિ શકે તેવું વિચારી બુટલેગર દ્વારા ટેક્નિકનો ઉપયોગ કરી ડબ્બામાં દારૂ ભરી તેમાં ભુસુ ભરી અને દારૂ ભરી દેવામાં આવ્યો હતો જેથી તેને બહારથી હાથમાં લઇ કદાચ હલાવવામાં આવે તો પણ દારૂ છે તેનો ખ્યાલ ન આવે. આ પછી જે રીતે કોઈ કલર કેમિકલના ડબ્બાને પેક કરવામાં આવે એ જ રીતે બન્ને સાઇડથી મશીનનો ઉપયોગ કરી પ્રેશર સાથે દારૂ ભરેલા ડબ્બા પેક કરી દેવામાં આવ્યા હતા જેને ખોલતા ખોલતા પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો અને કલાકોની જહેમત બાદ ડબ્બામાંથી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    The stories the media sees only in a crisis are now being told by schoolchildren
    Next Article
    રક્ષાબંધનની આગલી રાત્રે યુવકની જાહેરમાં હત્યા:ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ છરી મારી, પેરોલ પર બહાર આવેલા આરોપીએ અન્ય સાથે મળી મર્ડર કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment