Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોરે ફ્લેટની અગાસીમાંથી પડતું મૂક્યું:નાનો ભાઈ બૂમો પાડતો રહ્યો,મોટા ભાઈએ અગાસીમાંથી કૂદીને આપઘાત કરી લીધો

    14 hours ago

    ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ફ્લેટમાં બુધવારે રાત્રે 17 વર્ષીય સગીરે ફ્લેટની અગાસી પરથી આપઘાત કરી લીધો હતો. પિતા પાસેથી હાઈલાઈટરના રૂપિયા લઈ ઘરેથી નીકળ્યો હતો, જો કે તે હાઇલાઇટર લીધા વિના આવ્યો હતો અને અગાસીમાં જઇ મોતની છલાંગ મારી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, સગીર 1 વર્ષથી માનસિક રીતે બીમાર હતો અને તેની દવા ચાલી રહી હતી. નોંધનીય છે કે, વેપારીનો નાનો પુત્ર ફ્લેટના કમ્પાઉન્ડમાં રમતો હતો. તેણે ભાઇ સાથે જવા જીદ કરી હતી. પણ ભાઇ તેને લઈ ગયો ન હતો. થોડા સમય બાદ તે ઘરે જવાને બદલે અગાસીમાં ગયો હતો અને ત્યાંથી ઝંપલાવ્યું હતું. મોટા ભાઇને પડતો જોઈને કમ્પાઉન્ડમાં રમતા બાળકો ડરી ગયા હતા અને રહીશો પણ દોડી આવ્યા હતા. ક્શોર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પોલીસે મૃતદેહને સયાજી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે પરિવારના નિવેદનનોને આધારે વધુ તપાસ શરૂ કરી હતી. રક્ષાબંધન માટે તેણે મારી પાસે રૂા.200 માગ્યા હતા મારો દીકરો ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો. તેણે હાઈલાઈટરના રૂપિયા માંગતા મંે આપ્યા હતા. બુધવારે શાળામાં 2 છોકરીઓએ તેને રાખડી બાંધી હતી. જેથી ભેટ આપવા તેણે રૂ. 200 રૂપિયા માંગ્યા હતા. મેં છૂટા કરાવીને આપીશ તેમ કહ્યું હતું. અમે તેને તબીબ પાસે લઈ ગયા ત્યારે તે કહેતો કે, જીવન જીવાથી શું ફાયદો? - પિતા કિશોર સ્ટેશનરીની દુકાનેથી સીધો અગાસીમાં પહોંચી પાળી પર ચઢ્યો હતો કમ્પાઉન્ડમાં રમતા તેના નાના ભાઈએ જોતાં પૂછ્યું હતું કે, તું ત્યાં શું કરે છે? મોટાભાઇએ કહ્યું કે, હું કૂદવા જઈ રહ્યો છું. જો કે નાનો ભાઇ ન કૂદ તેમ કહેતો રહ્યો હતો અને મોટો ભાઇ કૂદી ગયો હતો. નજર સામે મોટાભાઈને આપઘાત કરતા જોઇ તે ડઘાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    કિશનવાડીમાં પાલિકા ગણેશ મંડપ તોડવા જતાં હોબાળો:કિશનવાડીમાં પાલિકા ગણેશ મંડપ તોડવા જતાં હોબાળો, સ્ટ્રક્ચર હંગામી છે કહેતાં ન તોડાયું
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:લક્ઝરી કારમાં હવે ‘ગ્રીન’ ટ્રેન્ડ, વિદેશથી 72 વાહનની આયાત,2.58 કરોડની પોર્શ સહિત અડધોઅડધ ઇ-વી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment