Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:લક્ઝરી કારમાં હવે ‘ગ્રીન’ ટ્રેન્ડ, વિદેશથી 72 વાહનની આયાત,2.58 કરોડની પોર્શ સહિત અડધોઅડધ ઇ-વી

    15 hours ago

    શહેરના વાહનપ્રેમીઓ સ્થાનિક સ્તરે જ નહીં, પણ વિદેશથી લક્ઝરી વાહન મગાવવામાં ઇ-વી પર ખાસ પસંદગી ઢોળી રહ્યા છે. ચાલુ વર્ષે 1 થી 27 એપ્રિલ સુધી વિદેશથી 72 ટુ અને ફોર-વ્હીલર આયાત કરાયાં હતાં, જેમાં 34 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. આ વિદેશી વાહનોમાં સૌથી મોંઘી કાર 2.58 કરોડની પોર્શ છે, જે પણ ઇ-વી છે. 2025ના આ ગાળામાં વિદેશથી 85 વાહન આવ્યાં હતાં, જેમાં 13 ટુ-વ્હીલર અને 72 ફોર-વ્હીલર હતાં, જેમાંથી 38 ઇ-વી નોંધાયાં હતાં. ગત વર્ષે આયાત થયેલી સૌથી મોંઘી કાર 3.47 કરોડની લેમ્બોર્ગિની ઇ-વી હતી. 1 એપ્રિલથી 31 ડિસેમ્બર, 2025 સુધી વિદેશી 136 વાહન નોંધાયાં હતાં, જેમાં 27 ટુ-વ્હીલર, 68 ફોર-વ્હીલર અને બાકીનાં બાંધકામ ક્ષેત્રનાં વાહન હતાં. આ વર્ષે BYDની 19 કાર, જેગુઆર અને રેન્જ રોવરની 11, પોર્શની 6, મર્સિડીઝની 6 અને BMWની 3 કાર મગાવાઈ છે. ટુ-વ્હીલરમાં 21 લાખનું સૌથી મોંઘું બાઇક મગાવાયું છે. આ વાહનો આરટીઓમાં રાહુલ અગ્રવાલ, વિનય-હેતલ પટેલ, ઉરવ પટેલ, રિતેશ પટેલ, જાગૃત દવે અને ચિરાગ શાહના નામે નોંધાયાં છે. આરટીઓ વિભાગ અનુસાર વિદેશથી લક્ઝરી વાહનો ખરીદનારામાં ઉદ્યોગપતિ, ડોક્ટરો, વેપારી, બિલ્ડરો અને આર્કિટેક્ટ્સની સંખ્યા સૌથી વધુ છે. શહેરીજનોમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે જાગરૂકતા વધી છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરાય તે પણ જરૂરી છે વડોદરાવાસીઓમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે જાગરૂકતા વધી છે તે સારી વાત છે. જોકે તેની સાથે નિયમોનું પાલન કરાય એ પણ એટલું જ જરૂરી છે. ઘણીવાર ચેકિંગમાં જોવા મળે છે કે મોંઘાં વાહનો વાપરતાં વાહન ચાલક સીટ બેલ્ટ કે હેલ્મેટ પણ નથી પહેરતા. જો નિયમોનું પાલન થાય તો ગંભીર અકસ્માતમાં જીવ બચાવી શકાય. > કેતન ખેપડ, આરટીઓ અધિકારી
    Click here to Read More
    Previous Article
    કિશોરે ફ્લેટની અગાસીમાંથી પડતું મૂક્યું:નાનો ભાઈ બૂમો પાડતો રહ્યો,મોટા ભાઈએ અગાસીમાંથી કૂદીને આપઘાત કરી લીધો
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારમાં અસ્થિર ચાલ:ગુરુવારે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ અસ્થિરતા સાથે નકારાત્મક વલણ રહ્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment