Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:અમરેલીમાં ધાર્મિક કાર્યમાં જવા બાબતે પતિએ પત્નીને માર્યાની રાવ

    17 hours ago

    અમરેલીના લીલીયા બાયપાસ ચોકડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ મામલે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં પતિએ પત્નીને લોખંડના પતરાના રમકડાના ટ્રેક્ટરથી માથાના પાછળના ભાગે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં પત્નીને માથામાં છ ટાંકા લેવા પડ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ગત તા. 22 ઓગસ્ટના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં મીનાબેન મહેશભાઈ મકવાણા તેમના પિતાના રહેણાંક મકાને હાજર હતા. દરમિયાન તેઓએ વરસડા માતાજીના પાઠમાં જવાની વાત કરતાં તેમના પતિ મહેશ મકવાણાએ ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન શખ્સે બાળકોના રમવા માટેના લોખંડના પતરાના ટ્રેક્ટર વડે મીનાબેનના માથાના પાછળના ભાગે માર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલાના પગલે મીનાબેનને માથામાં છ ટાંકા લેવા પડ્યા હતા. વધુમાં, પતિ દ્વારા અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. તેમજ પત્ની તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરશે તો દવા પી જઈશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે અમરેલી પોલીસે મહેશ અશોકભાઇ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરો પરેશાન:અમરેલી ST બસ પોર્ટના ગેટ પાસે રિક્ષાઓનો ખડકલો
    Next Article
    Lake Ontario's Name To Remain "Now And Always": Canada's Carney Slams Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment