Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારુ અમૃતિયાનો હાર્દિકને‎મોરબી આવવા ખુલ્લો પડકાર‎:મોરબીના રાજપરમાં હેવી વીજલાઇનના વળતર મુદ્દે ચાલતા આંદોલનમાં ભાજપના ધારાસભ્યના નિવેદને બળતાંમાં ઘી હોમ્યું

    2 days ago

    મોરબી જિલ્લામાંથી નિકળતી ખાનગી કંપનીની હેવી વીજ લાઇનના વળતર મુદે ચાલી રહેલા મોરબીના જેતપર ગામના આંદોલન વધુને વધુ આક્રમક બની રહ્યું છે.ગામે ગામ જઈ આંદોલન સમિતિના સભ્યો ખેડૂતો સાથે ચર્ચા કરી ખેડૂતોને સમજાવી તેમની માગણીને સમર્થન આપવા જણાવી રહ્યા છે. ત્યારે આ આંદોલનને લઈ તાજેતરના હાર્દિક પટેલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપેલાં નિવેદને આંદોલનના બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને પૂરું વળતર આપતો પરિપત્ર કર્યો છે અને બજાર ભાવ કરતા ચાર ગણું વળતર આપવાની જોગવાઈ છે . હાર્દિક પટેલના આ બફાટથી ખેડૂતો આગબાબુલા થઈ ગયા હતા અને મોરબીના રાજપર ગામે યોજાયેલી ખેડૂત સભામાં ખેડૂતો અગ્રણીઓએ હાર્દિક પટેલના આ દાવાને પાયાવિહોણા ગણાવી તેના નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. મોરબીના જેતપર ગામે ત્રણેક માસથી વીજપોલ નાખવા સામે ચાર ગણું વળતર ચૂકવવા માટે ખેડૂતો સરકાર અને વીજ કંપની સામે રીતસર સંઘર્ષ કરી રહ્યા છે. જો ખેડૂતોની માંગ મુજબનું વળતર મળતું હોત તો આ લડતની જરૂર જ ન પડે. કારુ અમૃતિયાનો હાર્દિકને‎મોરબી આવવા ખુલ્લો પડકાર‎ મોરબીના રાજપર ગામમાં યોજાયેલી સભામાં ખેડૂત આગેવાન કારુભાઈ અમૃતિયા સહિતના ખેડૂત આગેવાનોએ હાર્દિક પટેલના 400 ટકા વળતરના દાવાઓને પોકળ ગણાવ્યા હતા. ખેડૂત આગેવાને આ દાવાને તદ્દન ખોટો અને પાયાવિહોણો ગણાવી ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઈનોથી જમીન બિનઉપજાઉ બને છે અને જીવનનું જોખમ રહે છે. તેથી આ મુદ્દે હાર્દિક પટેલને મોરબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાર્દિકને હવે ભાજપે ધારાસભ્ય બનાવ્યો હોય એ ભાજપના ઈશારે જ બોલે છે ખેડૂતોને હક્ક માટે કંઈપણ ભોગે છેક સુધી લડી લેવાની હાકલ કરી હતી. આંદોલન પૂરું કરવા 50 લાખની ઓફર થઈ હોવાનો દાવો‎ સભા દરમિયાન સમિતિના સભ્ય રાજુ અમૃતિયાએ એવો દાવો કર્યો હતો કે ખેડૂતોને તેના હકનું વળતર મળે તે જ આંદોલનનો ઉદ્દેશ છે. અમે ખેડૂતોના હક માટે લડીએ છીએ. અમને આંદોલન પૂરું કરવા 50 લાખની ઓફર પણ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જો કે આ ઓફર કોણે અને ક્યારે કરી તે અંગે કોઈ ચોખવટ કરવામાં આવી નથીફ હાલ તેઓ ખેડૂતોના હક્ક માટે લડતા હોવાનો દાવો કરી રહ્યા છે. 22 જિલ્લાના ખેડૂતોને એકજૂટ થવા હાકલ‎ ખેડૂત આગેવાનોએ પણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ખેતરોમાંથી 400 KV થી લઈને 1600 KV સુધીની હેવી વીજ લાઈનો નાખવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની રહી છે અને ખેડૂતોના જીવને પણ મોટું જોખમ રહેલું છે. ઉપરથી કંપનીઓ બજાર કિંમત કરતા ખૂબ જ ઓછું વળતર ચૂકવતી હોય જ્યાં સુધી પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ગુજરાત સત્યાગ્રહ છાવણીનો આ સંગ્રામ ચાલુ રહેશે. આ સભામાં ગુજરાતના 22 જિલ્લાના ખેડૂતોને એકજૂથ થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:મોડાસામાં સ્પોર્ટસમાં નોકરીની લાલચ આપી દંપતીએ રૂ. 88 લાખ ખંખેર્યા
    Next Article
    તારણહાર:ટંકારાના સજનપરમાં 108 ઇમરજન્સી સેવા દેવદૂત બની, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા પુત્રીને બચાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment