Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાઈ પ્રત્યક્ષ નથી પણ તેનું હૃદય ધબકે છે':સુરતમાં અંગદાન મેળવનાર યુવાનના કાંડા પર બહેને સ્નેહસૂત્ર બાંધ્યું; બંને પરિવારો ભાવુક

    8 hours ago

    રક્ષાબંધનના પવિત્ર અને સ્નેહભર્યા પર્વ પર સુરતમાં માનવતા અને લાગણીસભર સંબંધોનો એક અત્યંત અનોખો તેમજ હૃદયસ્પર્શી સંગમ જોવા મળ્યો છે. જે ભાઈ હવે આ દુનિયામાં પ્રત્યક્ષ રીતે હયાત નથી પરંતુ, તેનું હૃદય અન્ય એક યુવાનના શરીરમાં ધબકી રહ્યું છે, તે ધબકારાને સાક્ષી માનીને બહેને તે યુવાનના કાંડા પર સ્નેહની રાખડી બાંધી હતી. આ કરુણ અને ભાવુક ક્ષણે ઉપસ્થિત તમામ લોકોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી અને અંગદાન થકી બે અજાણ્યા પરિવારો વચ્ચે બંધાયેલો અતૂટ પ્રેમ જોવા મળ્યો હતો. બ્રેઈનડેડ શૈશવના અંગદાને આપ્યું હતું નવુ જીવન વર્ષ 18 માર્ચ 2023 ના રોજ સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર શૈશવ ગિરીશભાઈ પટેલને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જુવાનજોધ પુત્ર ગુમાવવાના અસહ્ય આઘાત અને આક્રંદ વચ્ચે પણ પટેલ પરિવારે ઉત્કૃષ્ટ સામાજિક ઉત્તરદાયિત્વ દર્શાવી 'ડોનેટ લાઈફ' સંસ્થાના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સુરતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું અને રવિરાજને નવજીવન મળ્યું શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અંગદાનના આ મહાદાન થકી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા રવિરાજને નવું જીવન મળ્યું હતું અને તેના શરીરમાં શૈશવનું હૃદય નિયમિત ધબકવા લાગ્યું હતું. ભાઈના ધબકારા અનુભવી બહેન નિધિ ભાવુક બની ચાલુ વર્ષે રક્ષાબંધનના પાવન દિવસે સ્વર્ગસ્થ શૈશવની બહેન નિધિ પોતાની માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે હાજત ગામથી રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ જ્યારે રવિરાજના કાંડા પર રક્ષાપોટલી બાંધી ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ગમગીન અને ભાવુક બની ગયું હતું. નિધિએ જણાવ્યું હતું કે તેનો સગો ભાઈ ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેનું હૃદય રવિરાજમાં ધબકતું હોવાથી તે પરોક્ષ રીતે પોતાની સાથે જ હોવાનો અહેસાસ થાય છે. શૈશવે મને જીવન સાથે પ્રેમાળ બહેન પણ આપી: રવિરાજ મહિડા ભાવવિભોર બનેલા રવિરાજ મહિડાએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે શૈશવનું હૃદય તેનામાં ધબકી રહ્યું છે અને નિધિએ બાંધેલી રાખડી માત્ર હાથ પર નહીં પરંતુ બે પરિવારોના હૃદય પર બંધાયેલી છે. શૈશવના પરિવારે તેને નવજીવનની સાથે નિધિના રૂપમાં એક અત્યંત પ્રેમાળ બહેન પણ આપી છે. છેલ્લા 3 વર્ષથી નિધિ નિયમિત રીતે રક્ષાબંધન પર રાખડી બાંધવા આવીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધને નિભાવી રહી છે. અંગદાન સંબંધોને નવું સ્વરૂપ આપે છે: પદ્મશ્રી નીલેશ માંડલેવાલા ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક પદ્મશ્રી નીલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે આ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી પરંતુ માનવતાના દિવ્ય બંધનની જીવંત સાક્ષી છે. સ્વર્ગસ્થ શૈશવના હૃદયે બે તદ્દન અજાણ્યા પરિવારોને લોહીના સંબંધ કરતાં પણ વધુ ગાઢ પ્રેમ અને આત્મીયતાથી જોડી દીધા છે. અંગદાન માત્ર એક અમૂલ્ય માનવજીવન જ નથી બચાવતું પરંતુ સમાજમાં સંબંધોને નવી અને ઉમદા ઓળખ પણ પ્રદાન કરે છે.
    Click here to Read More
    Previous Article
    નેગેટિવ રેટિંગ-રિવ્યૂથી 'ટોક્સિક'ના મેકર્સ ડર્યા!:બુક માય શો પરથી રેટિંગ ગાયબ, જાણો ₹100 કરોડની ઓપનિંગ છતાં ફિલ્મ પર ફ્લોપ થવાનું સંકટ કેમ
    Next Article
    સ્વિગીના ડિલિવરી બોયે MBAની વિદ્યાર્થિની સાથે કરી અશ્લીલ હરકત:ઓનલાઇન ફૂડ ડિલિવરી લેવા ગયેલી છાત્રા સાથે છેડતી, OTP માંગતી વખતે અભદ્ર વર્તન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment