Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવને લઈ પોલીસની પૂર્વ તૈયારીઓ:આગમન-વિસર્જન યાત્રામા ટ્રાફિક પર ખાસ ભાર મૂકવામાં આવશે, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

    1 day ago

    વડોદરા શહેરમાં આગામી ગણેશોત્સવ પર્વને શાંતિપૂર્ણ, હર્ષોલ્લાસ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં શહેરના ગણેશ મંડળોના આયોજકો સાથે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા, ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા તેમજ દર્શનાર્થે આવતા હજારો ભક્તજનોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ સુરક્ષા પાસાંઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગમન યાત્રા, વિસર્જન અને લાઉડસ્પીકરના નિયમો અંગે માર્ગદર્શન અપાયું પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શ્રીજી આયોજકો વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રા, સ્થાપના દિવસ તેમજ અનંત ચતુર્દશીએ નીકળનારી ભવ્ય વિસર્જન યાત્રા દરમિયાન લેવાની થતી સુરક્ષા તકેદારીઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ડીજે-મ્યુઝિક સિસ્ટમ અને લાઉડસ્પીકર માટે નિર્ધારિત ડેસિબલ અને સમયમર્યાદાના નિયમોનું ચુસ્ત પાલન કરવા, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે રીતે સરઘસનું સંચાલન કરવા, ભીડ નિયંત્રણ અને ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી વખતે વિશેષ તકેદારી રાખવા બાબતે આયોજકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. મૂર્તિ વિસર્જન માટે 11 કૃત્રિમ તળાવો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે પર્યાવરણની જાળવણી અને સુરક્ષિત વિસર્જનના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલન સાધીને શહેરના વિવિધ વિસ્તારોમાં 11 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિસર્જનના દિવસે આ તમામ કૃત્રિમ તળાવો ખાતે પોલીસનો લોખંડી બંદોબસ્ત તહેનાત કરવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને પગલે વાહનોના પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન અને ક્રાઉડ મેનેજમેન્ટની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવા કમિશનર નરસિમ્હા કોમારનું આહ્વાન પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે ગણેશોત્સવ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર, ગણેશ ઉત્સવ સમિતિઓ અને સ્થાનિક વહીવટી વિભાગો ખભેખભા મિલાવીને કાર્ય કરશે. તહેવાર દરમિયાન વડોદરાની ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસત અને શહેરની ગરિમા જળવાઈ રહે તેવો સંયુક્ત પ્રયાસ કરવામાં આવશે. તહેવાર નજીક આવતાં સંવેદનશીલ પોઇન્ટ્સ પર વધારાનો પોલીસ કાફલો, સીસીટીવી વોચ અને પેટ્રોલિંગ સહિતની વિગતવાર સુરક્ષા યોજના પોલીસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Sachin Tendulkar Sends Special Message To Families Affected By Nepal Floods
    Next Article
    20 વર્ષ બાદ બોલિવૂડ એક્ટર ચંકી પાંડે વડોદરામાં:ફેન્સની ભીડ ઉમટી, કહ્યું- 'ઇન્ડિયાનું સૌથી બેસ્ટ શહેર બરોડા છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment