Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:રક્ષાબંધને મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિને આર્થિક ઉન્નતીના સંકેત, કુંભ રાશિની મુશ્કેલીઓ દૂર થશે

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન)/ વદ એકમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ સવારે 11:06 થી 12:40 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજે તમને તમારા કોઈ વિશેષ કાર્યમાં સફળતા મળવાની છે. લોકો પણ તમારી ક્ષમતા અને યોગ્યતાની પ્રશંસા કરશે. જો પ્રોપર્ટી ખરીદ-વેચાણ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય, તો આજે તેનાથી સંબંધિત પ્રવૃત્તિ સરળતાથી પૂર્ણ થઈ જશે. નેગેટિવ- કેટલાક લોકો તમારી ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. ઉત્તમ રહેશે કે તમારી પ્રવૃત્તિઓ ગોપનીય જ રાખો. સગા-સંબંધિઓ સાથે નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે ધ્યાન રાખો કે સંબંધોમાં ખટાશ ન આવે. બાળકો પોતાના અભ્યાસ સંબંધિત કોઈ પણ સમસ્યાને ઝડપથી ઉકેલે અને ભણતર પર ધ્યાન આપે. વ્યવસાય- કારોબારમાં કેટલીક મુશ્કેલીઓ અને પડકારો રહેશે, પરંતુ સહકર્મચારીઓનો સહયોગ તમારું મનોબળ જાળવી રાખશે. આર્થિક બાબતોને લઈને વિચારપૂર્વક કોઈ પણ નિર્ણય લો. તમારા કામ સંબંધિત ગોપનીયતાનું પૂરતું ધ્યાન રાખો. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત કારોબારમાં ફાયદો થશે. લવ- પારિવારિક વાતાવરણ આહલાદક રહેશે. પ્રેમ સંબંધોના મામલામાં સાવધાન રહો. તમારી પ્રવૃત્તિઓ જાહેર થઈ શકે છે. સ્વાસ્થ્ય- નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો તથા વ્યસનોથી દૂર રહો. વાહન ચલાવતી વખતે કોઈપણ પ્રકારની બેદરકારી નુકસાનદાયક સાબિત થઈ શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ ખૂબ જ ઉત્તમ બનેલી છે. તમામ વિચારેલા કાર્યો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. બાળકોના ભવિષ્યને લઈને પણ કેટલીક યોજનાઓ સફળ થશે. પરંતુ હૃદયના બદલે મગજથી કામ લો. આનાથી તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો. નેગેટિવ- વારસાગત પ્રોપર્ટી સંબંધિત વાદ-વિવાદને વધુ તૂલ ન દો, તેના કારણે પરસ્પર સંબંધોમાં ખટાશ આવી શકે છે. વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહનું અનુસરણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાય- આ સમયે વ્યવસાયમાં વર્તમાન કાર્યો પર જ તમારું ધ્યાન આપો. નવું કામ શરૂ કરવા જેવી યોજના બનાવવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી મેળવો. ઓફિસમાં વાતાવરણ સાનુકૂળ જળવાઈ રહેશે. લવ- પારિવારિક વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. પાર્ટનર સાથે સુખદ સમય વિતશે. સ્વાસ્થ્ય- ગળું ખરાબ થઈ શકે છે. શરદી-ઉધરસની સમસ્યા પણ વધી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ રૂપે જાગૃત રહો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- આર્થિક ઉન્નતિની કોઈ તક મળશે તથા મન અને મગજમાં સંતુલન બનાવીને તમે શ્રેષ્ઠ રીતે કોઈ પણ નિર્ણય લઈ શકશો. પરસ્પર સંબંધોમાં ફરી મધુરતા આવશે. જો કોઈને પૈસા ઉધાર આપેલા હોય, તો આજે તે પાછા મળવાની યોગ્ય તક છે. તેથી પ્રયત્નશીલ રહો. નેગેટિવ- જોખમી પ્રવૃત્તિવાળા કાર્યોમાં પૈસા ન રોકો, નુકસાન થઈ શકે છે. મુસાફરી કરતી વખતે અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્ક ન બનાવો, કોઈ તમારો ભાવાત્મક રીતે ઉપયોગ કરી શકે છે. પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાય- આજે કોઈ નવો ઓર્ડર કે ડીલ ફાઈનલ થઈ શકે છે. પરંતુ તમારી કોઈ પણ યોજના બીજા સાથે શેર ન કરો. કોઈ અટકેલું પેમેન્ટ મળવાની પણ આશા છે. સરકારી સેવામાં કાર્યરત વ્યક્તિઓને પબ્લિક સંબંધિત કાર્યોમાં પરેશાની આવી શકે છે. લવ- સંબંધોમાં મધુરતા વધશે અને ખુશહાલ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવવી તમારી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને વધારી શકે છે. ધ્યાન રાખો કે સ્વાસ્થ્ય સારું હશે તો જ તમે તમારી પ્રવૃત્તિઓ વધુ સારી રીતે કરી શકશો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- આજે પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય પર સંમતિ બની જવાથી રાહતનો શ્વાસ લેશો. તમારાથી નાનાઓની ભૂલોને માફ કરતા રહો તથા વરિષ્ઠ લોકોના માર્ગદર્શન પર અમલ કરો. કોઈ પણ યોજનાની પહેલા યોગ્ય રૂપરેખા બનાવો, ત્યારબાદ તેના પર કામ કરો. નેગેટિવ- ખર્ચાઓની અતિશયતાના કારણે નાણાકીય ખેંચ પણ રહી શકે છે. મોજ-મસ્તીના સમયે તમારા વ્યક્તિગત કાર્યોને બિલકુલ નજરઅંદાજ ન કરો, નહીંતર મહત્વપૂર્ણ કાર્યો અટકી પણ શકે છે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો નુકસાનનું કારણ બની શકે છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થા સંબંધિત જે બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તે નજીકના ભવિષ્યમાં યોગ્ય સાબિત થશે. પરંતુ આર્થિક બાબતોમાં મૂડી રોકાણ ખૂબ જ વિચારપૂર્વક કરો. ભાગીદારી સંબંધિત બાબતોમાં પરસ્પર તાલમેલ બેસાડવામાં મુશ્કેલીઓ આવશે. લવ- પારિવારિક વાતાવરણ સુખ-શાંતિથી ભરેલું રહેશે. લગ્નેતર સંબંધોની અસર તમારી છબી ખરાબ કરી શકે છે. સ્વાસ્થ્ય- જોખમી પ્રવૃત્તિવાળા કાર્યોથી દૂર રહો તથા વાહન પણ સાવધાનીપૂર્વક ચલાવો. પડવાથી કે ઈજા થવાથી શારીરિક સમસ્યા વધી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- તમને તમારી મહેનત અને કાર્યપ્રણાલીના ઉત્તમ પરિણામો મળવાના છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો પણ સમયસર ઉકેલાઈ જશે. વિદ્યાર્થીઓને પણ શિક્ષણ અને કરિયર સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે અને કંઈક નવું કરવા માટે ઉત્સાહિત રહેશે. નેગેટિવ- પરંતુ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોના પ્રભાવમાં આવવાથી બચો તથા કોઈ પણ પ્રકારની ભવિષ્ય સંબંધિત યોજનાઓ બનાવતી વખતે તમારા પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. ભાઈઓ સાથે સંબંધો મધુર બનાવી રાખવા તમારી જવાબદારી છે. સમયનું યોગ્ય સંતુલન જાળવો. વ્યવસાય- કાર્યસ્થળ પર માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો. કોઈ પણ નવી યોજના કે પ્લાનિંગ પર કામ કરવું નુકસાનકારક રહેશે. કામકાજનો અતિશય બોજ રહેશે, પરંતુ સમયસર મોટાભાગના કામ પતી પણ જશે. લવ- જીવનસાથીનો સહયોગ તમને આત્મવિશ્વાસ અને બળ પૂરૂં પાડશે તથા ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- ક્યારેક નબળાઈ અને થાકની સ્થિતિ રહી શકે છે. યોગ્ય આરામ લો તથા ખાનપાન પણ વ્યવસ્થિત રાખો. લકી કલર- લીલો લકી નંબર- 9 પોઝિટિવ- ભાગ્યવર્ધક સમય બનેલો છે. પરંતુ ધ્યાન રાખો કે સમયનું સન્માન કરવાથી જ સમય પણ તમારો સહયોગ કરશે. ફાઇનાન્સ સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ઘરમાં મિત્રો કે મહેમાનોના આગમનથી તમામ સભ્યો પરસ્પર મેળાપનો આનંદ માણશે. નેગેટિવ- જોકે પોતાની જાતને સાબિત કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. પરંતુ ચિંતા ન કરો, ધીમે-ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં તમારા કામની ગુણવત્તા પર હજુ વધુ સુધારો લાવવાની જરૂર છે. આ સમયે વિવિધ પ્રકારની સમસ્યાઓ સામે ઝઝૂમવું પડી શકે છે. નોકરીમાં કામના બોજની અતિશયતા રહેશે, સાથે જ ઓવરટાઇમ પણ કરવો પડી શકે છે. લવ- પરિવાર સંબંધિત કોઈ નિર્ણય લેવામાં દ્વિધાની સ્થિતિ બનેલી રહેશે. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવાની જરૂર છે. નિયમિત યોગ અને વ્યાયામ કરવો પણ જરૂરી છે. લકી કલર- લાલ લકી નંબર- 5 પોઝિટિવ- તમારી કાર્યપ્રણાલીની યોગ્ય રૂપરેખા બનાવી લેવાથી નક્કી કરેલા સમયે કાર્યો પૂર્ણ થશે અને તમને તમારી મહેનત મુજબ પરિણામો પણ હાંસલ થશે. જો પ્રોપર્ટીના વેચાણ-ખરીદી સંબંધિત કોઈ યોજના બની રહી હોય, તો તેના પર તરત જ અમલ કરો. નેગેટિવ- કોઈ બહારની વ્યક્તિના હસ્તક્ષેપથી ઘરની વ્યવસ્થા થોડી અસ્તવ્યસ્ત થઈ શકે છે. સાવધાન રહો તથા પરસ્પર સહયોગ દ્વારા સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરો. નજીકના સંબંધીને તમારી પાસેથી ભૌતિક અને ભાવાત્મક રીતે મદદની જરૂર પડી શકે છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં ભવિષ્ય સંબંધિત યોજનાઓને સાકાર કરવાનો પ્રયાસ મોટાભાગે સફળ થશે. કેટલાક પ્રભાવશાળી વેપારીઓ સાથે મુલાકાત થશે અને તમને મનપસંદ કામ પણ મળશે. સરકારી સેવામાં કાર્યરત લોકો પબ્લિક પ્લેસ પર નકામા વાદ-વિવાદમાં પડવાથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. લવ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય સાંજસ્ય અને તાલમેલ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે. સ્વાસ્થ્ય- ગળા અને છાતીમાં કફ સંબંધિત સમસ્યા વધી શકે છે. બેદરકારી ન દાખવો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ યોગ્ય રહેશે. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- તમે તમારી દિનચર્યામાં સકારાત્મક બદલાવ અનુભવશો. કોઈ પારિવારિક સમસ્યામાં તમારી ઉપસ્થિતિ અને સલાહ મહત્વપૂર્ણ રહેશે અને યોગ્ય ઉકેલ પણ નીકળશે. વિદ્યાર્થીઓને પણ તેમની સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત મુજબ યોગ્ય પરિણામો મળશે. નેગેટિવ- પરંતુ વધુ પડતી જવાબદારીઓ પોતાના પર લેવી તમારી સુખ-શાંતિ ભંગ કરી શકે છે. તમારી સિદ્ધિઓના કારણે કેટલાક લોકોમાં તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના જાગી શકે છે. પરંતુ બધાને નજરઅંદાજ કરીને તમે તમારા કાર્યો પર ધ્યાન આપો. વ્યવસાય- મીડિયા તથા ઓનલાઈન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વ્યવસાય ફાયદાની સ્થિતિમાં રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ યોગ્ય પરિણામો પણ હાંસલ થશે. કોઈપણ પ્રકારના પેપરવર્ક ખૂબ સાવધાનીથી કરો. પ્રોપર્ટીના વ્યવસાયમાં લાભના યોગ બની રહ્યા છે. લવ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે પરિવાર સંબંધિત જવાબદારી પણ તમારા પર રહેશે. પરંતુ તમે સારી રીતે તમામ કાર્યો નિભાવવામાં સક્ષમ રહેશો. સ્વાસ્થ્ય- વધુ પડતા કાર્યભારના કારણે થાક અને નબળાઈ અનુભવશો. બધાની સાથે પોતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી અટકેલા અને રોકાયેલા કામ પૂરા થશે. કોઈ નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો સમય અનુકૂળ છે. તમે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક દાયરો પણ વધશે. જો ક્યાંક પૈસા ફસાયેલા હોય, તો તેને પરત મેળવવા માટે ઉઘરાણી કરવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ- જવાબદારીઓને બોજ સમજશો, તો તે વધુ ભારે લાગશે. તેથી સહજતાથી આગળ વધતા રહો. જો કોઈ કોર્ટ કેસ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય, તો કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ ચોક્કસ લો. મનમાં નકારાત્મક વિચારો તમારી ઊંઘને પણ પ્રભાવિત કરશે. વ્યવસાય- વ્યવસાયમાં સક્રિયતા અને સતર્કતા રાખવાથી વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે. દૂરદૂરના વિસ્તારોમાંથી પણ યોગ્ય સંપર્ક સ્થપાશે. પરંતુ તમારી યોજનાઓને કોઈની સામે જાહેર ન કરો, નહીંતર તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ- ઘરમાં સુખ-શાંતિથી ભરેલું વાતાવરણ રહેશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય- ગળા સંબંધિત કોઈ પણ સમસ્યાને ગંભીરતાથી લો અને બેદરકારી બિલકુલ ન દાખવો. લકી કલર- નારંગી લકી નંબર- 6 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી અસ્તવ્યસ્ત બનેલી દિનચર્યામાં થોડો સુધારો આવશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપી શકશો. યુવાનોની મહેનત અને પુરુષાર્થ તેમને દરેક કામમાં સફળતા અને સિદ્ધિ પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે. નેગેટિવ- પબ્લિક પ્લેસ પર કોઈની સાથે બોલાચાલી થવાની સ્થિતિ બની રહી છે, પરંતુ ગુસ્સા અને આવેશમાં આવીને કોઈ ખોટું પગલું ન ભરો તથા નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન પર અમલ કરવાથી ઉકેલ પણ મળશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વિસ્તાર થશે. પ્રૅક્ટિકલ રીતે કાર્યો પૂર્ણ કરો, આનાથી તમે કોઈ નિર્ણય સરળતાથી લઈ શકશો. રોકાણ કરતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. હાથ નીચેના કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી જરૂરી છે. લવ- પતિ-પત્નીના સંબંધો મધુરતાપૂર્ણ રહેશે, જેનાથી ઘરમાં પણ સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. બેદરકારી ન કરો અને તરત જ સારવાર લો. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ સફળ થશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં તમે સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસ અથવા સંશોધન સંબંધિત કાર્યોમાં ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ કોઈ અનુભવીની મદદથી મળી જશે. નેગેટિવ- પડોશીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. જરૂરી કામ યોગ્ય સમયે પતાવવું જરૂરી છે. તમારા કાર્યોમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખો. તણાવને તમારા પર હાવી ન થવા દો. યુવાનોએ મોજ-મસ્તીના બદલે પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો, તો આજે પાર્ટનરશિપ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા સહકર્મચારીઓ સાથે સંબંધો મધુર બનાવી રાખો. ઓફિસમાં તમારો દબદબો અને રૂતબો જળવાઈ રહેશે. ઉચ્ચ અધિકારીઓનું પણ માર્ગદર્શન રહેશે. લવ- પતિ-પત્નીના સંબંધો વધુ ઉત્તમ બનશે. લગ્નેતર સંબંધોથી અંતર જાળવી રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. તમારા આવેશ અને ક્રોધ પર નિયંત્રણ રાખો તથા વધુ તણાવ ન લો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય આવી ગયો છે. તમે થાક અને તણાવમાંથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો તથા રચનાત્મક અને રસપ્રદ કાર્યોમાં પણ ઉત્તમ સમય વિતશે. નેગેટિવ- પોતાના પર વધુ કામનો બોજ હોવાના કારણે તમે પરેશાન પણ રહેશો. ઉત્તમ રહેશે કે તમારું કામ બીજા સાથે વહેંચી લો. આ સમય આત્મમંથન અને ચિંતન કરવાનો પણ છે. આનાથી તમને અન્ય ઘણી મૂંઝવણોનો ઉકેલ મળશે. વ્યવસાય- પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. ફોન તથા ઓનલાઈન કાર્યપ્રણાલી દ્વારા તમારા અનેક વ્યાવસાયિક કાર્યો બની શકે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત વ્યવસાયમાં કોઈ ઉચ્ચ અધિકારીના કારણે પરેશાની આવી શકે છે. ઓફિસમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે. લવ- પરિવારજનો સાથે પણ થોડો સમય ચોક્કસ વિતાવો. યુવાનોનું વિપરીત લિંગના મિત્ર પ્રત્યે આકર્ષણ વધશે. મિત્રતા વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય- થાક અને કોઈ ચિંતાની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ચોક્કસ વિતાવો. લકી કલર- લીલો લકી નંબર- 5
    Click here to Read More
    Previous Article
    28 ઓગસ્ટનું ટેરો રાશિફળ:રક્ષાબંધને વૃષભ જાતકોના ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે, વૃશ્ચિક જાતકોની ઇચ્છા પૂરી થશે
    Next Article
    28 ઓગસ્ટનું અંકફળ:અંક 1, 3 અને 9ના જાતકોને ધન પ્રાપ્તિના યોગ, અંક 8ના જાતકોનો ખર્ચ વધશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment