Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના અખિયાણા-પીપળી રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત:હાઈવે ક્રોસ કરી રહેલા યુવક પર બેકાબુ ટ્રેલરનું ટાયર ફરી વળ્યું

    5 days ago

    પાટડી તાલુકાના અખિયાણા-પીપળી રોડ પર એક યુવાનનું ટ્રેલરની અડફેટે મોત થયું છે. હાઈવે ક્રોસ કરી રહેલા ભયરામ વાઘજીભાઈ ગોહેલ પર બેકાબુ ટ્રેલરનું ટાયર ફરી વળતા આ દુર્ઘટના બની હતી. પીપળી ચોકડી પાસે હાઈવે ક્રોસ કરી રહેલા ભયરામ વાઘજીભાઈ ગોહેલને પુરઝડપે આવી રહેલા ટ્રેલરના ચાલકે અડફેટે લીધા હતા. ટ્રેલરના બમ્પર સાથે ભટકાઈને નીચે પટકાતા યુવાન પર ટાયર ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભયરામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં મૃતક ભયરામના પિતા વાઘજીભાઈ ગોહેલ તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રેલર હાલ પીપળી ચોકડી પાસે આવેલી રામદેવ હોટલ પર પડ્યું છે. બજાણા પોલીસે મૃતક યુવાનના પિતા વાઘજીભાઈ ગોહેલની ફરિયાદના આધારે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના જે.એમ. વઢેર ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નારોલમાં ₹50 કરોડનો પ્રોજેક્ટ માત્ર ₹6.25 કરોડમાં પચાવી પાડ્યો:₹16 કરોડના વેચાયેલા ફ્લેટ-દુકાનો ફરી હરાજીમાં બતાવ્યા, બેંકના પૂર્વ CEO અને રિકવરી અધિકારીઓ સામે FIR
    Next Article
    ગોધરામાં દુકાનોના તાળાં ફંફોળતો શંકાસ્પદ ઝડપાયો:બે સ્થળે જુગારધામ પરના દરોડામાં 7 ઈસમોની ધરપકડ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment