Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈમનસ્યનો બદલો લેવા આરોપીએ હલકી મનોવૃત્તિ દર્શાવી:રાજકોટમાં વૃદ્ધોના ફોન નંબર ટેલિગ્રામની અશ્લીલ અને વલ્ગર સાહિત્ય પીરસતી ચેનલ્સ તથા ગ્રુપ્સમાં વાયરલ કરી દીધા

    5 days ago

    રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરીને નિર્દોષ વયોવૃદ્ધ નાગરિકોને ગંભીર માનસિક ત્રાસ આપવાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સંસ્થા સાથે જોડાયેલા 2 વૃદ્ધો સાથેના અંગત રાગદ્વેષનો બદલો લેવા માટે દેવેન પંત નામના શખ્સે હલકી મનોવૃત્તિનું પ્રદર્શન કરી બંનેના અંગત મોબાઈલ નંબર ટેલિગ્રામના અશ્લીલ ગ્રુપ્સમાં વાયરલ કરી દીધા હતા. આ ઉપરાંત ઓનલાઇન શોપિંગ સાઇટ પર ખોટા ઓર્ડર્સ કરીને વૃદ્ધોને મુશ્કેલીમાં મૂકી દેવાયા હતા. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ રાજકોટ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂ કરી છે. અંગત અદાવતમાં વૃદ્ધોના નંબર 'કોલગર્લ' તરીકે ટેલિગ્રામ પર વાયરલ કર્યા રાજકોટની એક સંસ્થા સાથે સંકળાયેલા 2 વયોવૃદ્ધ વ્યક્તિઓ સાથે આરોપી દેવેન પંતને કોઈ બાબતે અંગત વૈમનસ્ય ઊભું થયું હતું. આ અદાવતનો બદલો લેવા માટે આરોપીએ અત્યંત નીચ કક્ષાનું કૃત્ય આચરી બંને વૃદ્ધોના અંગત ફોન નંબરો ટેલિગ્રામ પર વલ્ગર અને અશ્લીલ સાહિત્ય પીરસતી ચેનલો તેમજ વિવિધ ગ્રુપ્સમાં શેર કરી દીધા હતા. આટલેથી ન અટકતાં તેણે તે નંબરો સાથે 'આ કોલગર્લના નંબર છે' તેવી આપત્તિજનક અને ખોટી પોસ્ટ પણ મૂકી હતી, જેના કારણે અજાણ્યા વિકૃત લોકો સતત વૃદ્ધોને ફોન કરીને અશ્લીલ વાતો અને શારીરિક સંબંધ માટે ભાવતાલ પૂછીને ભારે માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. ફ્લિપકાર્ટ પર ફેક એકાઉન્ટ બનાવી અણધાર્યા પાર્સલો મોકલ્યા આરોપીએ વૃદ્ધોને વધુ પરેશાન કરવાના ઈરાદે તેમના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો દુરુપયોગ કરીને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ફેક એકાઉન્ટ્સ ઊભા કર્યા હતા. આરોપી દ્વારા સતત અલગ-અલગ વસ્તુઓના ઓર્ડર મૂકવામાં આવતા હોવાથી વૃદ્ધોના મોબાઈલ પર વારંવાર OTP ના મેસેજ આવવા લાગ્યા હતા અને તેમના ઘરના સરનામે અણધાર્યા પાર્સલોની ડિલિવરી થવા લાગી હતી. આ અજીબોગરીબ ઘટનાક્રમથી વૃદ્ધ પરિવારો ભારે મૂંઝવણ, ડર અને અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા. પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો વારંવાર આવતા અશ્લીલ ફોન કોલ્સ અને સતત ડિલિવરી થતા પાર્સલોથી ત્રસ્ત થઈને આખરે ભોગ બનનાર પક્ષે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં આ સમગ્ર ષડયંત્ર પાછળ દેવેન પંતનો જ હાથ હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને તેને સત્વરે દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 7 સપ્ટેમ્બરથી કાપડ પ્રોસેસિંગ મોંઘું થશે:SGTPAએ જોબ ચાર્જમાં 15%નો તોતિંગ વધારો કર્યો
    Next Article
    નારોલમાં ₹50 કરોડનો પ્રોજેક્ટ માત્ર ₹6.25 કરોડમાં પચાવી પાડ્યો:₹16 કરોડના વેચાયેલા ફ્લેટ-દુકાનો ફરી હરાજીમાં બતાવ્યા, બેંકના પૂર્વ CEO અને રિકવરી અધિકારીઓ સામે FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment