Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 7 સપ્ટેમ્બરથી કાપડ પ્રોસેસિંગ મોંઘું થશે:SGTPAએ જોબ ચાર્જમાં 15%નો તોતિંગ વધારો કર્યો

    5 दिन पहले

    દક્ષિણ ગુજરાતના મુખ્ય આર્થિક કરોડરજ્જુ સમાન કાપડ ઉદ્યોગ પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. સુરતના સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા સેમિનાર હોલ ખાતે પ્રમુખ જીતેન્દ્ર વખારિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાન, મિતુલ મહેતા અને નરેન્દ્ર જરીવાલા સહિત મોટી સંખ્યામાં પ્રોસેસિંગ મિલ માલિકો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સતત વધી રહેલા ઇનપુટ ખર્ચ સામે કાપડ પ્રોસેસિંગના જોબ ચાર્જમાં 15% નો વધારો કરવાનો સર્વાનુમતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાચા માલ, કોલસો અને વીજળીના ભાવ વધતાં નિર્ણય લેવાયો છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અને સ્થાનિક બજારમાં કોલસો, કલર-કેમિકલ્સ, મજૂરી ખર્ચ, વીજળી તેમજ જરૂરી કાચા માલના ભાવોમાં સતત તોતિંગ વધારો નોંધાઈ રહ્યો છે. આ તમામ પરિબળોના કારણે ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગનો એકંદર ઉત્પાદન ખર્ચ અસહ્ય રીતે વધી ગયો છે. વર્તમાન આર્થિક સંજોગોમાં જૂના દરોથી મિલો ચલાવવી, વધતા જતા નુકસાનને પહોંચી વળવું અને વેપાર-ધંધાને જીવંત રાખવો પ્રોસેસર્સ માટે અત્યંત મુશ્કેલ બની જતાં બેઠકમાં આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 7 સપ્ટેમ્બર 2026 થી 15% નો સુધારેલો દર લાગુ થશે તમામ પ્રોસેસર્સના વિસ્તૃત અભિપ્રાયો અને ઉદ્યોગની ગંભીર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠકમાં કાપડ પ્રોસેસિંગના વર્તમાન જોબ ચાર્જમાં 15% નો વધારો કરવાનો આખરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સુધારેલો નવો દર આગામી 7 સપ્ટેમ્બર 2026 થી રવાનગી થતાં તમામ પ્રકારના કાપડ માલ પર તમામ પ્રોસેસિંગ એકમોમાં ફરજિયાતપણે અમલમાં મૂકવામાં આવશે. નફાખોરી માટે નહીં પરંતુ ઉદ્યોગના અસ્તિત્વ માટે વધારો અનિવાર્ય એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જોબ ચાર્જમાં કરવામાં આવેલો આ 15% નો વધારો કોઈ નફાખોરી કરવાના ઈરાદે લેવાયેલો નિર્ણય નથી. સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચ વચ્ચે પ્રોસેસિંગ ઉદ્યોગને મંદીના મુખમાંથી બચાવવા, લાખો કામદારો અને શ્રમિકોની રોજગારી સુરક્ષિત રાખવા તેમજ સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં સ્થિરતા જાળવી રાખવા માટે આ કઠિન પગલું ભરવું અનિવાર્ય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    મનપાનું વાહકજન્ય રોગો સામે 'ઘર, મચ્છર મુક્ત ઘર' ઝુંબેશ શરૂ:આગામી 10 દિવસમાં 100 જેટલી શાળા-કોલેજો અભિયાન ચલાવાશે, ઔદ્યોગિક સાઇટોને દંડ
    Next Article
    વૈમનસ્યનો બદલો લેવા આરોપીએ હલકી મનોવૃત્તિ દર્શાવી:રાજકોટમાં વૃદ્ધોના ફોન નંબર ટેલિગ્રામની અશ્લીલ અને વલ્ગર સાહિત્ય પીરસતી ચેનલ્સ તથા ગ્રુપ્સમાં વાયરલ કરી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment