Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરના મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરાઈ:જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા લોકો હેમખેમ બહાર આવે તેવી પ્રાર્થના કરાઈ

    5 days ago

    નેપાળમાં હિમાલયના ઉપરી હિસ્સામાંથી આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે વધુ લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ પૂરના કારણે ઘણા ભારતીય યાત્રાળુઓ પણ પ્રભાવિત થયા છે, જેઓ કૈલાસ માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા. તેમની વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. આ ભયાવહ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અને જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા લોકો હેમખેમ બહાર આવે તેવી પ્રાર્થના સાથે ગુરુવારે સાંજે 6:45 કલાકે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા શાંતિ પ્રાર્થના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં યોજાયો હતો. આ શાંતિ પ્રાર્થનામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપરાંત અન્ય સમાજના સભ્યો તેમજ શહેરની વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી અને મૃતકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કલોલ સગીરા દુષ્કર્મ કેસમાં 42 વર્ષના આરોપીને આજીવન કેદ:પોલીસે ફરિયાદ બાદ 18 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી, કોર્ટમાં કેસ આવતાની સાથે માત્ર 72 કલાકમાં ચુકાદો
    Next Article
    Peter Cullen, Voice Behind Optimus Prime In Transformers, Dies At 85 In Los Angeles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment