Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ સગીરા દુષ્કર્મ કેસમાં 42 વર્ષના આરોપીને આજીવન કેદ:પોલીસે ફરિયાદ બાદ 18 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી, કોર્ટમાં કેસ આવતાની સાથે માત્ર 72 કલાકમાં ચુકાદો

    5 days ago

    ગાંધીનગર જિલ્લાની કલોલ સેશન્સ અદાલતે બાળકીઓ સામેના અતિ ગંભીર અને અમાનવીય અપરાધમાં ન્યાયતંત્રનો અભૂતપૂર્વ દાખલો બેસાડ્યો છે. 15 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવનાર 42 વર્ષના આરોપી સામે પોલીસે ફરિયાદ બાદ 18 દિવસમાં ચાર્જશીટ રજૂ દાખલ કરી હતી. કોર્ટમાં કેસ આવતાની સાથે જ માત્ર 72 કલાકના રેકોર્ડબ્રેક સમયગાળામાં સુનાવણી પૂર્ણ કરી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. કલોલ પોલીસે 18 દિવસમાં જ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી 2 જૂન, 2026ના રોજ મોટી આદરજ ગામના 42 વર્ષનો આરોપી ભરતજી ઠાકોર કલોલની 15 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. પરિણીત અને સંતાનો હોવા છતાં આરોપીએ સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા છ અઠવાડિયાની ગર્ભવતી બની હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે 12 જુલાઈ, 2026ના રોજ પોક્સો હેઠળ ગુનો નોંધી 3 ઓગસ્ટે બંનેને શોધી કાઢ્યા હતા. પીઆઈ જે. જે. ગઢવી અને તેમની ટીમે આરોપી મળ્યા બાદ 18 દિવસમાં સઘન તપાસ પૂર્ણ કરી 21 ઓગસ્ટે કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી. આરોપીએ સગીરાની બાળબુદ્ધિનો ગેરલાભ ઉઠાવ્યો: સરકારી વકીલ સરકાર પક્ષે એ.પી.પી જીગ્નેશ એચ. જોષીએ ધારદાર દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. તમામ સાક્ષીઓએ કોર્ટમાં ફરિયાદી પક્ષના કેસને સમર્થન આપતી જુબાનીઓ આપી હતી. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 42 વર્ષના આરોપીએ સગીરાની બાળબુદ્ધિનો ગેરલાભ ઉઠાવી તેને ધમકી આપી ગર્ભવતી બનાવી હતી. જેના કારણે સગીરાને ગર્ભપાત કરાવવાની નોબત આવી હતી. આ કૃત્યથી બાળકીનું ભવિષ્ય રોળાઈ ગયું હોવાથી આરોપી સહેજ પણ દયાને પાત્ર નથી. કોર્ટે આરોપી ભરતજી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી કોર્ટે ચુકાદાની શરૂઆતમાં જ એક માર્મિક શ્લોક ટાંકીને નોંધ્યું હતું કે, 'જબ ધર્મ સભા મેં મૌન હુઆ તબ અન્યાય પ્રબલ હો જાતા હૈ, જબ સત્ય અકેલા રહે જાયે તબ ઇતિહાસ બદલ જાતા હૈ.' કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, ભોગ બનનાર એક નાનું બાળક છે. તેની બાળબુદ્ધિનો લાભ ઉઠાવી આરોપીએ જે શારીરિક-માનસિક શોષણ કર્યું તે અકલ્પનીય છે. કોર્ટે આરોપી ભરતજી ઠાકોરને આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટાકર્યો છે. આ ઉપરાંત પીડિત બાળકીને 3 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    'હું અહીં વાંચવા આવતો, આજે મુખ્ય અતિથિ બન્યો':ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાનમાં 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત, દીક્ષાંત સમારોહમાં ગાંધી ટોપી ગાયબ
    Next Article
    નેપાળ પૂરના મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરાઈ:જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા લોકો હેમખેમ બહાર આવે તેવી પ્રાર્થના કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment