Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ નવસારીની બજારોમાં ખરીદીની ભારે ભીડ:રો-મટીરિયલ સસ્તું થતાં રાખડીના ભાવ ઘટ્યા, બજારમાં વિવિધ આકાર, આકર્ષક રંગો, નવી ડિઝાઈનવાળી રાખડીઓ ઉપલબ્ધ

    1 day ago

    રક્ષાબંધનના પર્વની પૂર્વસંધ્યાએ નવસારીના મુખ્ય બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. તહેવારના અંતિમ દિવસે રાખડી અને મીઠાઈની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો નોંધાયો હતો. આ વર્ષે રાખડીના રો-મટીરિયલના ભાવમાં ઘટાડો થતાં રાખડીઓ ગત વર્ષ કરતાં સસ્તી મળી રહી છે. આના કારણે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખરીદીમાં વધારો થયો હતો. બજારમાં વિવિધ આકાર, આકર્ષક રંગો અને નવી ડિઝાઈનવાળી રાખડીઓ ઉપલબ્ધ છે. પરંપરાગત રેશમી દોરા અને મોતીની રાખડીઓ ઉપરાંત ફેન્સી સ્ટોનવર્ક, બ્રેસલેટ લુક, લૂંબા રાખડી તેમજ બાળકો માટે કાર્ટૂન અને લાઈટિંગવાળી ડિઝાઈનો આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે નવસારી જિલ્લામાં તહેવારો દરમિયાન મંદીનો માહોલ રહે છે. જોકે, આ રક્ષાબંધને બજારોમાં ગ્રાહકોની ભીડ અને વેપારમાં થયેલો ઉછાળો સ્થાનિક વેપારીઓ માટે ખુશીનો પ્રસંગ બન્યો છે. વેપારીઓના મતે, આ ઘરાકી આગામી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારો માટે તેજીના શુભ સંકેત આપી રહી છે. રાખડીની સાથે સાથે શહેરના જાણીતા સ્વીટ્સ આઉટલેટ્સ અને ગિફ્ટ શોપ્સમાં પણ ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. ભાઈ માટે મનપસંદ મીઠાઈ અને ગિફ્ટ આર્ટિકલ્સ ખરીદવા માટે બજારો મોડી રાત સુધી ધમધમતા રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આવસ યોજનામાં મનપાની કડક કાર્યવાહી:પ્રધાનમંત્રી આવાસ યોજનાના 28 મકાનોમાં ભાડુઆત પકડાતા નોટિસ અને સીલિંગની કાર્યવાહી
    Next Article
    Dividend Alert: This Small-Cap Auto Components Maker Declares Rs 94/Share Payout. Check Record Date

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment