Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવસ યોજનામાં મનપાની કડક કાર્યવાહી:પ્રધાનમંત્રી આવાસ યોજનાના 28 મકાનોમાં ભાડુઆત પકડાતા નોટિસ અને સીલિંગની કાર્યવાહી

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના ઘરવિહોણા પરિવારોને પોતાના માલિકીના મકાન મળી રહે તે હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ સ્થળોએ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓ ફાળવણીથી 7 વર્ષ સુધી આવાસ વેચી શકતા નથી કે ભાડે કે અન્ય કોઈ રીતે આપી શકતા નથી. આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે મનપાએ લાલ આંખ કરી છે. ભાવનગર મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના ટી.પી. સ્કીમ નં.2/એ, ફુલસર તથા ફા.પ્લોટ નં.16, આખલોલ જકાતનાકા, સંસ્કાર વિદ્યાલયથી આગળ, સ્વપ્ન સાકારની પાસે આવેલા 896 આવાસો પૈકી બ્લોક નં.1 ના કુલ 64 આવાસોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 28 આવાસોમાં ગેરકાયદેસર રીતે ભાડુઆત રહેતા હોવાનું ફલિત થયું છે, 25 આવાસોમાં મૂળ લાભાર્થીઓ પોતે રહેણાંક ધરાવતા હોવાનું જણાયું છે, 11 આવાસો બિન-રહેણાંક હતા, મનપા દ્વારા જે 28 આવાસોમાં ભાડુઆત હોવાનું સાબિત થયું છે તેમને અંતિમ નોટિસ આપીને આવાસ ખાલી કરવા માટે જણાવાશે. નોટિસમાં આપેલી સમયમર્યાદા પૂરી થયા બાદ આ તમામ આવાસોને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં અન્ય તમામ સ્થળોએ આવેલા આવાસોના પણ સર્વે કરવામાં આવશે અને નિયમો વિરુદ્ધ ભાડે કે અન્યને આપેલા આવાસોને સીલ કરવામાં આવશે. વધુમાં, મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હાલની નીતિ મુજબ મહત્તમ રૂ.30 હજાર સુધીના દંડની જોગવાઈ છે, જે વધારીને રૂ.1 લાખ નો દંડ અને આવાસ રદ કરવાની નીતિ હાલ વિચારણા હેઠળ છે જેથી તમામ સબંધિતો અને આવાસના લાભાર્થીઓએ આ બાબતની ગંભીર નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે...
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:USના 9, કેનેડા-ન્યૂઝીલેન્ડના 2-2 અને 1 કેનેડાના સિટિઝન સામેલ, બર્થ ડેના દિવસે જ અમદાવાદી ભાવિન રાવલ ગુમ
    Next Article
    રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ નવસારીની બજારોમાં ખરીદીની ભારે ભીડ:રો-મટીરિયલ સસ્તું થતાં રાખડીના ભાવ ઘટ્યા, બજારમાં વિવિધ આકાર, આકર્ષક રંગો, નવી ડિઝાઈનવાળી રાખડીઓ ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment