Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના માનગઢમાં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી:મંત્રી કમલેશ પટેલે વૃક્ષારોપણ અને જતનનો સંકલ્પ લેવડાવ્યો

    6 days ago

    મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ ખાતેના કોમ્યુનિટી હોલમાં જિલ્લાકક્ષાના વન મહોત્સવ–2026ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા તેમજ નશાબંધી અને આબકારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી કમલેશભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જો દેશની 140 કરોડ જનતા એક-એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરે તો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મોટો ફાળો આપી શકાય. તેમણે ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશીએ શરૂ કરેલી વન મહોત્સવની પરંપરાને આગળ વધારવા પર ભાર મૂક્યો. મંત્રીએ સૌને હરિયાળી વધારવા, જળ સંચય કરવા અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવા વૃક્ષારોપણ સાથે તેના જતનનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વન સંરક્ષણ અને નર્સરી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે નર્સરી અને રોપા ઉછેર ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર મિશન મંગલમ સખી મંડળોને પ્રોત્સાહક આર્થિક સહાયના ચેક અર્પણ કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. જનજાગૃતિ માટે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, સંતરામપુર ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સહિતના આગેવાનો, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સખી મંડળની બહેનો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રશિયા બ્રિટન પર અણુબોમ્બ ઝીંકવાની ફિરાકમાં?:પુતિન, જિનપિંગ અને ટ્રમ્પની ત્રિપુટીથી અંગ્રેજો ફફડ્યાં, લોકોને ઇમર્જન્સી માટે તૈયાર રહેવા સાવચેત કર્યા
    Next Article
    પારડીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment