Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાતમ-આઠમના મેળાની મંજૂરી સામે ઉઠ્યા વિરોધના સૂર:સત્યમ પ્લોટમાં બિન-ખેતી જગ્યા અને આનંદ નગરી મુદ્દે વિવાદ: ભવનાથના નાના વેપારીઓની ઉપેક્ષા સામે ખાનગી સંચાલકોને છૂટો દોર,જલપરી મેળામાં પણ નિયમો વગર ચકડોળ ફર્યા હતા

    1 day ago

    ​જૂનાગઢ શહેરમાં સૌરાષ્ટ્રના લોકપ્રિય સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળાના આયોજનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. શહેરના સત્યમ પાર્ટી પ્લોટમાં ‘આનંદ નગરી’ નામના મેળાનું આયોજન ત્રિશુલ અમ્યુઝમેન્ટ નામના સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજન સામે સ્થાનિક જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આક્ષેપ છે કે તંત્ર અને મેળાના સંચાલકોની મિલીભગતથી નીતિ-નિયમોને કોરાણે મૂકીને મોટા ચકડોળ અને ઈલેક્ટ્રિક રાઈડ્સ માટેના લાયસન્સ આપી દેવામાં આવ્યા છે. વળી જે જગ્યા પર મેળો યોજાયો છે તે પાર્ટી પ્લોટ બિન-ખેતી (N.A.) પણ થયેલ નથી. ભૂતકાળમાં પૃથ્વી પંચાલ નામના સંચાલક દ્વારા મંજૂરી વિના જલપરી મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું તે ઘટનાને યાદ કરીને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ અઘટિત ઘટના કે હોનારત સર્જાશે તો એની જવાબદારી કોની રહેશે ? ​આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિક બટુક મકવાણાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં ભવનાથ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સામાન્ય પ્રજા અને બાળકો મનોરંજન માણી શકે. ભવનાથ ખાતે નાના-નાના 200 થી 500 ગરીબ કુટુંબો ચકડોળ ચલાવીને પોતાની રોજીરોટી કમાતા હતા. આ ચકડોળ બેટરીથી ચાલતા હોવાથી ત્યાં અકસ્માતનો કોઈ ભય નહોતો. પરંતુ રાજકોટના TRB અગ્નિકાંડ બાદ તંત્રએ આપખુદશાહી દાખવીને ભવનાથના આ નાના ફજળ-ફાળકા બંધ કરાવી દીધા. એક તરફ ગરીબ રોજીરોટી કમાનારા નાના આયોજકોને કાયદાના પાઠ ભણાવી બંધ કરાવાય છે, તો બીજી તરફ ખાનગી પ્લોટમાં મોટા આધુનિક સાધનોવાળા મેળાઓને પરવાનગી આપવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે ભવનાથના નાના વેપારીઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ અને સત્યમ પ્લોટના આયોજનમાં ખાસ કાળજી રાખવી જોઈએ, અન્યથા અકસ્માત થશે તો સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે. ​બીજી તરફ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ઉદાણીએ જણાવ્યું હતું કે શહેરમાં નિયમો વિરૂદ્ધ આવી ગેરકાનૂની મંજૂરીઓ આપી જ ન શકાય. આ અંગે તેમણે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, જિલ્લા પોલીસ વડા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ઈમેલ દ્વારા લેખિત જાણ કરીને વિરોધ નોંધાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે જગ્યા પર મેળો ચાલી રહ્યો છે તે બિન-ખેતી (N.A.) થયેલ નથી અને તેના તમામ અહેવાલો તેમણે પોતાની અરજી સાથે જોડેલા છે. ભવનાથમાં ગરીબ લોકોની રોજીરોટી બંધ કરાવનાર તંત્ર આટલા મોટા મેળાને કઈ રીતે મંજૂરી આપી શકે? તેમણે ઉમેર્યું કે ભારતનું બંધારણ સર્વોપરી છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરીને આ મેળો તાકીદે બંધ કરાવવામાં નહીં આવે તો જનસમુદાયના વિશાળ હિતમાં અને ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તેઓ ટૂંક સમયમાં જ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે. ​જૂનાગઢના નાયબ કલેક્ટર નિકુંજ ધુડાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને જૂનાગઢમાં કુલ બે જગ્યાઓ માટે મેળાની અરજીઓ મળી હતી, જેમાં એક સત્યમ પાર્ટી પ્લોટ અને બીજી સક્કરબાગ ઝૂ સામેના મેદાન માટેની હતી. સત્યમ પાર્ટી પ્લોટ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મેળા માટે લગભગ 15 દિવસ પહેલાં પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવ્યું છે, જે અનુસંધાને ત્યાં ટિકિટ બારી ચાલુ કરીને પ્રવેશ આપી શકાય છે. જ્યારે સક્કરબાગ ઝૂ સામેના મેળાની અરજી હાલ તપાસ હેઠળ છે. ​સુરક્ષા અને ટેકનિકલ માપદંડો અંગે નિકુંજ ધુડાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારના 2024 ના નોટિફિકેશન મુજબ જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ વિશેષ ‘રાઈડ સેફ્ટી સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધિકારીઓ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈને ચકાસણી કરે છે. મેળામાં રાખવામાં આવેલા મોટા ચકડોળ, ટોરા-ટોરા કે અન્ય મોટી રાઈડ્સની તપાસ ટેકનિકલ નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન રાઈડ્સના બિલો, ટેકનિકલ સ્પેસિફિકેશન, પેસેન્જર કેરિંગ કેપેસિટી અને ઓપરેટિંગ સ્ટાફની તાલીમના સર્ટિફિકેટ્સ ઊંડાણપૂર્વક ચકાસવામાં આવે છે. આ તમામ સુરક્ષા માપદંડો અને સમિતિના સાનુકૂળ અભિપ્રાય બાદ જ અત્રેની કચેરીથી લાયસન્સ ઈશ્યુ કરવામાં આવે છે. અરજદારો દ્વારા 20 સપ્ટેમ્બર 2027 સુધીની સમયમર્યાદા માટે માંગણી કરવામાં આવેલી છે અને તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રભાસ પાટણ શાળામાં 200 વિદ્યાર્થીઓને આપત્તિ તાલીમ:આગ સહિત વિવિધ આપત્તિઓ સામે બચાવની મોક ડ્રિલ યોજાઈ
    Next Article
    CLSA Retains 'Outperform' On STL; AI Data Centres Could Power Its Next Growth Phase

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment