Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં રક્ષાબંધનની ઉજવણી કરી:કુલપતિ અને કુલસચિવને રાખડી બાંધી, ભારતીય સંસ્કૃતિનો અનુભવ કર્યો

    14 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ કુલપતિ પ્રોફેસર (ડૉ.) નિરંજનકુમાર પટેલ અને કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાનો તેમજ તેમને વતનથી દૂર હોવા છતાં પારિવારિક હુંફ આપવાનો હતો. રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ, વિદેશી વિદ્યાર્થીઓએ કુલપતિ કાર્યાલયની મુલાકાત લીધી હતી. કુલપતિ પ્રોફેસર (ડૉ.) નિરંજનકુમાર પટેલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થિનીઓએ આદર અને સ્નેહના પ્રતીકરૂપે કુલપતિ અને કુલસચિવને રાખડી બાંધી હતી. કુલપતિએ તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવી મીઠાઈ અને સ્મૃતિભેટ અર્પણ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર તહેવારની ઉજવણીમાં સહભાગી થઈને વિદેશી વિદ્યાર્થીઓએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આવા આયોજનથી તેમને ભારતીય પરંપરાઓને નજીકથી સમજવા મળી અને યુનિવર્સિટી પરિવાર સાથે આત્મીય જોડાણનો અનુભવ થયો. આ કાર્યક્રમમાં મલાવી, ઇથોપિયા, લિસોથો, બાંગ્લાદેશ, ભૂતાન સહિત નવ દેશોના કુલ દસ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સેન્ટર દ્વારા માનદ નિયામક પ્રોફેસર એ. એચ. હાસમાણી અને નાયબ નિયામક ડૉ. રવિકુમાર પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વહીવટી સ્ટાફના જયમિન તલપદા અને જય વાઘેલાએ કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય સહયોગ આપ્યો હતો. આ ઉજવણી યુનિવર્સિટી કેમ્પસમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાકાર કરતી સાબિત થઈ.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં યુવતીની છેડતી કરનાર સહિત 5 સામે ગુનો:શાળા સમયથી પીછો કરનાર યુવકે છેડતી કરી, પરિવારજનોએ યુવતીને ધમકી આપી
    Next Article
    સાંસદ વિનોદ ચાવડાએ BSF જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી:જવાનોની કલાઈ પર રાખડી બાંધી મીઠાઈ અને શાલ અર્પણ કરી સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment