Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતદાર યાદી મુદ્દે વિવાદ અને આક્ષેપ-:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની આગામી ચૂંટણીમાં લાયક વેપારીઓના નામ કાઢી નખાયાના આક્ષેપ,સેક્રેટરીએ તમામ નિયમો પાળ્યા હોવાની સ્પષ્ટતા કરી.

    9 hours ago

    ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની આગામી ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે અને મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. યાર્ડની વેપારી પાંખ, ખેડૂત પાંખ અને સંઘ પાંખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મતદાર યાદીમાં મોટા પાયે ગોલમાલ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. લાયકાત ધરાવતા અને વર્ષોથી યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીઓને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવતાં રાજકીય અને વેપારી આલમમાં ચર્ચા જાગી છે. ​આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધા બાદ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખૂબ મોટો ગોલમાલ ચાલી રહ્યો છે. યાર્ડની અંદર પોતાની પેઢી ધરાવતા અને નિયમ મુજબ વાર્ષિક ₹50,000થી વધુનો સેસ ભરતા હોય તેવા વેપારીઓના નામ પણ જાણીજોઈને મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી જીતવા માટે આ એક મોટો ગોટાળો અને હાથકંડો અપનાવવામાં આવ્યો છે. દેશભરમાં વોટ કાપીને ચૂંટણી જીતવાની જે પરંપરા છે તે જ નીતિ જૂનાગઢ યાર્ડમાં પણ જોવા મળી રહી છે. વેપારીઓને ડરાવી-ધમકાવીને સામસામે ચૂંટણી લડી ન શકે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ​બીજી તરફ, આ તમામ આક્ષેપોને ફગાવતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્રના ધ્યાને એવો કોઈ જ કિસ્સો આવ્યો નથી જેમાં નિયમ પ્રમાણે લાયક હોય તેવા વેપારીનું નામ યાદીમાંથી નીકળી ગયું હોય. માર્કેટિંગ યાર્ડની પ્રાથમિક મતદાર યાદી, પુનઃપ્રસિદ્ધિ યાદી અને આખરી મતદાર યાદી નિયમાનુસાર જ બહાર પાડવામાં આવી છે. નિયમ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં દર વર્ષે ₹50,00 કરતાં વધુ સેસ ભરનારા તમામ વેપારીઓના નામ મતદાર યાદીમાં કાયદેસર રીતે સમાવવામાં આવ્યા છે. ​પ્રાથમિક અને આખરી યાદી વચ્ચે નિયમ મુજબ વાંધા-અરજીઓ રજૂ કરવાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. જો કોઈના વાંધા આવ્યા હોત તો તેની ચકાસણી કરીને નામ ઉમેરવામાં આવ્યા હોત, પરંતુ અત્યાર સુધી તંત્ર પાસે કોઈના સત્તાવાર વાંધા આવ્યા નથી. કોઈ પણ લાયક વેપારીનું નામ ગેરકાયદેસર રીતે દૂર કરાયું નથી. આમ છતાં, મતદાર યાદી કે આ પ્રક્રિયા અંગે અંતિમ અને આખરી નિર્ણય લેવાની સત્તા ચૂંટણી અધિકારીની રહે છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળની તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો:ત્રિશૂલી નદીમાં વહી ગઈ વસાહતો, 6 કલાકના પૂરથી નકશો બદલાઈ ગયો
    Next Article
    નેપાળમાં પૂરથી કારણે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતી ગુમ:ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સર્ચ ઓપરેશન તેજ, પરિવારોમાં ભારે ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment