Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માંખી નિકળી:સેટેલાઈટ ચોક પાસેની શોપનો વીડિયો વાઇરલ, ગ્રાહકે કહ્યું- માખી મેલ્ટ થઈ ગઈ છે

    1 day ago

    રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝાની શોપમાં પિત્ઝામાંથી માખી નીકળી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સેટેલાઈટ ચોક પાસે આવેલી પિત્ઝા શોપમાં પિત્ઝામાંથી માખી નીકળતા ગ્રાહકે વેપારીને આ બાબતે ફરિયાદ કરી હતી, પરંતુ વેપારીએ બચાવ કર્યો કે પિત્ઝા આપ્યા બાદ માખી પડી છે. જોકે હકીકત એ હતી કે માખી મેલ્ટ થયેલી હોવાથી પિત્ઝા બનાવતા સમયે પડી હતી. આ બાબતે આરોગ્ય અધિકારીએ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરશું તેવો જવાબ આપ્યો હતો. માખી તો ઉપરથી પડી છે: વેપારી શહેરના સેટેલાઈટ પાસે આવેલી ડોમિનોઝ પિત્ઝાની શોપમાં ગઈકાલે રાતના સમયે એક યુવાન પહોંચ્યો હતો અને પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ પિત્ઝા આવતા યુવાને તેને ખાવાનું શરૂ કરતા એક પીસમાં તેને માખી નજરે પડી હતી. જે પછી તે અંગે યુવાને વેપારીને ફરિયાદ કરી હતી. જોકે વેપારીએ બચાવ કર્યો હતો કે માખી તો પિત્ઝા તૈયાર થઈ ગયા બાદ ઉપરથી પડી હશે. યુવકે માખી દેખાડતો વીડિયો બનાવ્યો આ સમયે આ યુવાન તે પિત્ઝાનો વીડિયો બનાવે છે અને તેમાં માખી પડી હોય તેવું દર્શાવે છે. યુવાન તે વીડિયોમાં કહે છે કે માખી મેલ્ટ થઈ ગઈ છે એટલે કે પિત્ઝા બનાવતા સમયે આ માખી પડી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા સુધી આ બાબતની કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે અને બાદમાં કાર્યવાહી થશે.
    Click here to Read More
    Previous Article
    આચાર્યએ પાંચ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાવી:કપચી ડમ્પર રોકવા અરજી કરતા ધમકીનો આરોપ
    Next Article
    શ્રાવણમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગનું પૂજન:નર્મદાના જીતનગર સ્થિત 450 વર્ષ જૂના નંદીકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment