Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે ટંકારાના નેસડા ગામની મુલાકાત લીધી:દફતર તપાસી, રાત્રિસભા યોજી ગ્રામજનોના પ્રશ્નો સ્થળ પર ઉકેલવા સૂચના આપી

    1 day ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. કલેક્ટરે વિવિધ સરકારી કામગીરી અને દફતરોની ચકાસણી કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દફતર તપાસણી બાદ કલેક્ટરે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી હતી. આ સભામાં ગ્રામજનોને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ લોકઉપયોગી સેવાઓ, યોજનાઓ અને સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રાત્રિસભા દરમિયાન ગ્રામજનોએ રજૂ કરેલા સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે અધિકારીઓને પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. કલેક્ટરની આ મુલાકાતથી ગ્રામજનો સાથે સીધો સંવાદ શક્ય બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં વિનાશ, પહાડ તૂટતાં જળપ્રલય, લોખંડનો સળિયો માસૂમની આરપાર નીકળી ગયો, અમેરિકામાં પટેલના હત્યારાને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો
    Next Article
    પાટણ નગરપાલિકાને GPCBનો ₹10 લાખનો દંડ, કાનૂની કાર્યવાહીની ચીમકી:બિનકાર્યક્ષમ STP અને ગટરના પાણીના બાયપાસ મામલે વોટર એક્ટ હેઠળ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment