Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાને GPCBનો ₹10 લાખનો દંડ, કાનૂની કાર્યવાહીની ચીમકી:બિનકાર્યક્ષમ STP અને ગટરના પાણીના બાયપાસ મામલે વોટર એક્ટ હેઠળ કાર્યવાહી

    1 day ago

    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પાટણ નગરપાલિકા સંચાલિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સંપૂર્ણપણે બંધ હાલતમાં મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.ગટરના અશુદ્ધ પાણીને ટ્રીટ કર્યા વિના સીધું જ જળાશયોમાં છોડી દેવા બદલ GPCBએ નગરપાલિકાને ₹10,00,000 ની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ આપ્યો છે.નિયમોનું પાલન ન થાય તો વોટર એક્ટની કલમ 41-A મુજબ કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. GPCBના અધિકારીઓએ 05/08/2026 ના રોજ પાટણ તાલુકાના સંદેશર પાટી ખાતે આવેલા 25 MLD ક્ષમતાના STPનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પ્લાન્ટ બંધ હાલતમાં હતો. પ્લાન્ટ ચલાવવા માટે 13/02/2023 ના રોજ CCA ની મંજૂરી આપવામાં આવી હતી,જે 30/09/2027 સુધી માન્ય છે.તપાસમાં રો-વોટરને ટ્રીટ કર્યા વિના જ સમ્પ મારફતે ઓક્સિડેશન પોન્ડમાં બાયપાસ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. પ્લાન્ટમાં ફ્લો મીટર બંધ હતું, તેમજ એરેટર્સ, પંપ અને એજિટેટર્સ જેવાં સાધનો પણ બંધ હાલતમાં ધૂળ ખાતાં મળી આવ્યા હતા. પાણીના વિસંક્રમણ માટે જરૂરી ક્લોરિનેશન પ્રક્રિયા પણ બંધ હતી અને સ્થળ પર ક્લોરિન ગેસ ટેન્ક ગાયબ હતી. તપાસ અહેવાલ મુજબ, પાટણ શહેરના માતરવાડી, આશાપુર, રોટલિયા, રેલ્વે અને રામનગર જેવા વિસ્તારોનું ગટરનું પાણી પાઇપલાઇન મારફતે પ્લાન્ટ સુધી પહોંચવાને બદલે ખુલ્લામાં વહી રહ્યું છે. આ અશુદ્ધ પાણી સીધું જ સિંચાઈની કેનાલ તથા વત્રાસર તળાવમાં છોડાતાં આજુબાજુની ખેતીની જમીન અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.અગાઉ પણ આવી જ બેદરકારી બદલ GPCB દ્વારા 02/12/2024 અને 07/02/2025ના રોજ કારણ દર્શક નોટિસો આપવામાં આવી હતી,પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કલમ 18(1)(B) ના નિર્દેશો મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 100 સીવેજ વોટર શુદ્ધ કરવા કાયદાકીય રીતે બંધાયેલી છે. આથી GPCB પાલનપુર યુનિટ હેડ S. B. Parmar દ્વારા વોટર એક્ટ-1974 ની કલમ 33-A હેઠળ પાટણ નગરપાલિકાને કડક નિર્દેશો પાઠવવામાં આવ્યા છે. આ નિર્દેશોમાં નગરપાલિકાએ તમામ વિસ્તારોના ગટરના પાણીને પાઇપલાઇન દ્વારા STP સુધી પહોંચાડવું, પ્લાન્ટનું 24 કલાક સતત સંચાલન સુનિશ્ચિત કરવું, શુદ્ધ કરેલા પાણીનો પુનઃઉપયોગ કરવો, બોર્ડના સર્વર સાથે ઓનલાઈન કન્ટીન્યુઅસ એફ્લુઅંત મોનિટરિંગ સિસ્ટમ પુનઃ સ્થાપિત કરવી, તાલીમબદ્ધ સ્ટાફ તૈનાત કરવો, ઇનલેટ-આઉટલેટ પર ફ્લો મેઝરમેન્ટ ચાલુ રાખી લોગબુક નિભાવવી અને ₹10,00,000 ની બેંક ગેરંટી તાત્કાલિક જમા કરાવવી પડશે. આ આદેશની નકલો શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને નગરપાલિકા નિયામક સહિતના ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને રવાના કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે ટંકારાના નેસડા ગામની મુલાકાત લીધી:દફતર તપાસી, રાત્રિસભા યોજી ગ્રામજનોના પ્રશ્નો સ્થળ પર ઉકેલવા સૂચના આપી
    Next Article
    નેપાળમાં પૂરથી 162 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 1000 ગુમ:33 મૃતદેહો 150 કિમી દૂર મળ્યા; ભૂકંપ નહીં, પહાડ ધસી પડવાથી 5.2 તીવ્રતા જેવો આંચકો આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment