Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલ ફોન બાબતે ઠપકો આપતા સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો:માતાના ઠપકાથી લાગી આવ્યું, મોરબીના બેલા ગામની ઘટના

    1 day ago

    મોરબીના બેલા ગામ પાસે આવેલા મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતાએ મોબાઈલ ફોન પર વધુ પડતી વાત કરવા બદલ ઠપકો આપતા સગીરાને લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક 16 વર્ષીય સગીરા સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતી હતી અને મજૂરી કામ કરતી હતી. તે મોબાઈલ ફોન પર કોઈની સાથે વધુ પડતી વાતો કરતી હતી. આ બાબતે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને ફોન પર વાત કરવાની ના પાડી હતી. માતાના ઠપકાથી સગીરાને માઠું લાગી આવતા તેણે ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા કિશન પરસોતમભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, માતાના ઠપકાના કારણે સગીરાએ આ પગલું ભર્યું હતું. પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળના ડરામણાં 20 ફોટો-વીડિયો:પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-વાહનો બધું જ તણાયું; તિબેટમાં 5 માળની ઇમારત તોડીને નેપાળમાં ઘૂસી લહેરો
    Next Article
    જૂનાગઢમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી:વલી-એ-સોરઠ દરગાહથી નીકળ્યું શાનદાર જુલૂસ, જોષીપરામાં 51 કિલોની કેક કપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment