Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલની છબી સુધારવા પ્રયાસ:રાજકોટનાં નવનિયુક્ત અધિક્ષક ઓચિંતા સાયકલ લઈ રાઉન્ડમાં નિકળ્યાં, ઓનડ્યુટી તબીબો નીંદર માણતા ઝડપાયા, ગેરહાજર સ્ટાફને શિસ્તમાં રહેવા સૂચના

    19 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા તબીબી અધિક્ષક ડો. કમલ ડોડીયાએ વહેલી સવારે નાઈટ ડ્રેસમાં સાયકલ લઈને સિવિલ હોસ્પિટલમાં અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ચેકિંગ દરમિયાન અમુક ઓન ડ્યુટી રેસિડન્ટ તબીબો ઊંઘતા ઝડપાયા હતા, તો નર્સિંગ અને વર્ગ-4ના કર્મચારીઓ ડ્યુટી પરથી ગેરહાજર મળ્યા હતા. તબીબી અધિક્ષકે ગેરહાજર સ્ટાફને શિસ્તમાં રહેવા કડક સૂચના આપી હતી અને બિનઅધિકૃત તત્વોને બહાર હાંકી કાઢવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે તમામ વિભાગીય વડાઓ સાથે બેઠક યોજી સુરક્ષા, દર્દીઓની સુવિધાઓ અને સફાઈની સમીક્ષા કરી હતી અને ફરજમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવા સ્પષ્ટ ચેતવણી આપી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા તબીબી અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો. કમલ ડોડીયાએ સિવિલ હોસ્પિટલની ખરડાયેલી છબી સુધારવા સતત પ્રયાસો હાથ ધર્યા છે. ગઈકાલે તેમણે ઈમરજન્સી સહિતના તમામ વોર્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. બાદમાં આજે વહેલી સવારે પણ સાયકલ લઈને હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તબીબી અધિક્ષકના આ અચાનક આગમનથી હોસ્પિટલના સ્ટાફમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં કેટલાક ગંભીર ખુલાસાઓ અને ક્ષતિઓ સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે કેટલાક વિભાગોમાં ફરજ પર હાજર રેસિડન્ટ તબીબો ઊંઘતા ઝડપાયા હતા. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ અને વર્ગ-4 ના કેટલાક કર્મચારીઓ પોતાની ડ્યુટી પરથી ગેરહાજર મળી આવ્યા હતા.અમુક ટેબલો પણ રેઢા પડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સ્થિતિ જોઈ તબીબી અધિક્ષકે તાત્કાલિક અસરથી ગેરહાજર રહેલા સ્ટાફ અને બેદરકાર કર્મચારીઓને શિસ્તમાં રહેવા માટે કડક સૂચના આપી હતી. હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તેમજ તેમના સગાંઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેમણે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા બિનઅધિકૃત તત્વોને પણ તાત્કાલિક બહાર હાંકી કાઢવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તબીબી અધિક્ષકે તમામ વિભાગના વડાઓ સાથે એક મહત્વની બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થા, દર્દીઓની સુવિધાઓ અને સફાઈ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરી હતી. દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં ડો. કમલ ડોડીયાએ સાયકલ સવારી અંગે જણાવ્યું હતું કે, આ મારી રૂટિન પ્રેક્ટિસ છે. અહીં ફરજ બજાવતા ડૉક્ટર્સ અલગ-અલગ રાજ્યમાંથી આવતા હોય છે. ત્યારે આ બધાને વડીલ તરીકે તેમના ઉપર હાથ મૂકીએ તો તેઓ વધુ સારી રીતે કામ કરી શકે, કોઈપણ ડોક્ટર ઊંઘતા ઝડપાયા હોવાની વાત નથી. મારે એક વર્ક કલચર ઉભું કરવું છે, જેથી લોકોને વધુ સારી સેવા આપી શકાય. હું કેપ્ટન તરીકે એવું શું કરી શકું કે બધા જવાબદારીપૂર્વક કામ કરે તે માટેના મારા પ્રયાસ છે. મારી જે ભૂલો થાય છે તેને સુધારવા પણ હું તત્પર છું. આજના રાઉન્ડ દરમ્યાન મેં કામ કેવી રીતે થાય છે, સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર થાય છે તે જોવું હતું. જે આજે જોયું છે. અને લોકોને સારામાં સારી સુવિધા કેમ આપી શકાય તે માટે સતત કામ કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ અગાઉ તબીબી બેદરકારી અને ગેરરીતિઓની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ બગડેલી છબી સુધારવા અને દર્દીઓને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાના મિશન સાથે ડો. કમલ ડોડીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ આવી સરપ્રાઈઝ મુલાકાતો ચાલુ રહેશે અને ફરજમાં બેદરકારી દાખવનાર કોઈપણ કર્મચારીની સામે કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણાના ટોડિયામાં શ્વાનોએ 50 ઘેટાં-બકરાંનો શિકાર કર્યો:પશુપાલક પરિવાર પર આર્થિક સંકટ, સહાયની માંગ ઉઠી
    Next Article
    105 Indians Among 400 Kailash Yatra Pilgrims Missing In Nepal Flash Floods, 95 Dead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment