Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈદે મિલાદુન્નબીનો તહેવાર શાનદાર ઉજવણી:શહેરમાં ઈદે મિલાદનબીનું શાનદાર ઝુલુસ નીકળ્યું, ઝુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું

    4 days ago

    આજરોજ ઈસ્લામનાં મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)નાં જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવવામાં આવે છે, આ પ્રસંગે કસ્બા અંજુમને ઈસ્લામ તરફથી એક ઝુલુસનું આયોજન કરવામાં આવેલ. આ ઝુલુસ વર્ષોથી પરંપરાગત રીતે કાઢવામાં આવે છે, આ ઝુલુસને ભાવનગરનાં ડેપ્યુટી મેયર અશોક બારૈયા, સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલ તથા તમામ ડીવીઝનના પી.આઈ તથા પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડ તેમજ તમામ મુસ્લીમ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ ઝુલુસ શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી બપોરે 2 કલાકે શેલારશા ચોક ખાતે પૂર્ણ થયું હતું. શહેરના મુખ્ય માર્ગે પર ફરી આજરોજ પીર મહંમદશાહ બાપુની વાડી, ચાવડી ગેટ ખાતેથી દરગાહ પર શરીફમાં ચાદર ચડાવી સલાતો સલામ પઢી, સામુહિકદુઆ કરવામાં આવી હતી, ત્યારબાદ ભાવનગર શહેરના સીટીડીવાયએસપીએ લીલી ઝંડી બતાવી ઝુલુસ પ્રસ્થાન કરાવ્યું હતું, આ ઝુલુસ શહેર ના રાજમાર્ગો ચાવડી ગેટ બાપની વાડીથી લઈને એક શાનદાર ઝુલુસ ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબાચોક, જુમ્મા મરજીદ થઈ હેરિસ રોડથી વોરા બજાર થઈને બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ થઈ ને રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ, વોશિંગઘાટ, દરબારી કોઠાર થઈ ને શેલારશા ચોક માં પૂર્ણ થયું હતું, ઝુલુસમાં મોટી સખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયા આ ઝુલુસમાં ટ્રકો તથા રિક્ષાઓ, ઘોડે સવારો, ઉંટ ગાડી, બગી ગાડી, ઘોડા ગાડી, ટેકટરો વગેરે જોડાયા હતા, આ ઝુલસમાં શાનોશોકતથી શહેરના રાજ માર્ગો પર ફર્યું હતું, આ ઝુલુસમાં ઠેરઠેર ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઝુલુસમાં મોટી સખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયા હતા, આ ઝુલુસમાં મશહૂર આલીન સાહેબો, મોલાના સાહેબો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા લોકસમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    Click here to Read More
    Previous Article
    ઈન્દોરથી અમદાવાદ જતી બસમાંથી રૂ.5.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:હરણી પોલીસે રૂ.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી, એક વોન્ટેડ
    Next Article
    13 શંકાસ્પદ શિક્ષકોને છાવરવા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ:​જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસર સામે દિલ્હી CBIમાં ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment