Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્દોરથી અમદાવાદ જતી બસમાંથી રૂ.5.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:હરણી પોલીસે રૂ.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી, એક વોન્ટેડ

    4 days ago

    ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ઠેર ઠેર સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલની બાજ નજર ગુજરાતમાં આવતા વિદેશી દારુ પર છે. ત્યારે વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ ટીમની મોટી કાર્યવાહી બાદ હરણી પોલીસે ઇન્દોરથી અમદાવાદ તરફ પેસેન્જર બસમાં ભરીને લઈ જવાતો રૂ.5.98 લાખનો વિદેશી દારૂ સહિત વાહન મળી કુલ રૂ.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. બસની ડેકીમાંથી દારૂ મળી આવ્યો હરણી પોલીસની ટીમે હાલોલ તરફથી ગોલ્ડન બ્રિજ બાજુ આવી રહેલી એક ટ્રાવેલ્સ બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. હરણી પોલીસની ટીમે બાતમીના આધારે શંકાસ્પદ ટ્રાવેલ્સ બસને રોકી તપાસ કરી હતી. બસની ડેકીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી કુલ 944 બોટલ , બે મોબાઈલ ફોન અને બસ મળી કુલ રૂપિયા 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ જાહેર આ કેસમાં પોલીસે બસચાલક સાદીકઅલી હુસેનઅલી સૈયદ (ઉં.વ. 51, રહે. હસનાબાદ, જિ. ઇન્દોર, મધ્યપ્રદેશ) અને કંડક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેન મદનલાલ માલાકાલ (ઉં.વ. 35, રહે. કરેડી, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાના પવન નામના શખ્સનું નામ સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે. હરણી પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને 9.50 લાખની ઠગાઈ:આણંદના યુવક પાસેથી વડોદરાના એજન્ટે રૂપિયા પડાવ્યા, વિદેશમાં મોકલી TRC કાર્ડના નામે ધક્કા ખવડાવ્યા
    Next Article
    ઈદે મિલાદુન્નબીનો તહેવાર શાનદાર ઉજવણી:શહેરમાં ઈદે મિલાદનબીનું શાનદાર ઝુલુસ નીકળ્યું, ઝુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment