Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્તો દ્વારા આરતી:યાત્રાધામમાં જિલણા એકાદશીએ દ્વારકાધીશજીની નગરચર્યા, રાજાધિરાજને ગાર્ડ ઓફ ઓનર અપાયું

    2 days ago

    યાત્રાધામ દ્વારકામાં જિલણા એકાદશીના પાવન પર્વે ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપ ગોપાલજીની પાલખી નગરચર્યા માટે જગતમંદિર બહાર નીકળી હતી. વાજતે-ગાજતે નીકળેલી પાલખી યાત્રાના દર્શન કરવા માર્ગો પર મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. જગતમંદિરમાંથી નીકળેલી પાલખી દ્વારકાના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે વિવિધ ચોકમાં ભાવિકોએ ભગવાનનું ભાવપૂર્વક સ્વાગત કરી પૂજન અને આરતી કરી હતી. જાણે ભગવાન પોતાના ભક્તોના ઘરે પધાર્યા હોય તેવા ભાવ સાથે શ્રદ્ધાળુઓએ પાલખી પર પુષ્પવર્ષા કરી દર્શનનો લાભ લીધો હતો. ભગવાન દ્વારકાધીશની પાલખી નગરચર્યા દરમિયાન જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ દ્વારા રાજાધિરાજને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક આસ્થા સાથે શિસ્તબદ્ધ પોલીસ વ્યવસ્થાનું પણ દર્શન થયું હતું. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પાલખી ફરી નગરચર્યા કરતી જગતમંદિર પરત ફરી હતી.જિલણા એકાદશીના દિવસે ભગવાન દ્વારકાધીશની નગરચર્યાથી દ્વારકાનગરીમાં દિવસભર ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને ભક્તોએ પરંપરાગત ધાર્મિક ઉત્સવમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. કકલાસ કુંડ ખાતે પવિત્ર સ્નાન અને પૂજન પરંપરા મુજબ પાલખી યાત્રા દ્વારકાના છેવાડે આવેલા પૌરાણિક કકલાસ કુંડ ખાતે પહોંચી હતી. ચોમાસા દરમિયાન નદી-નાળામાં આવેલા પાણી અને કુદરતી પરિસ્થિતિના દર્શન સાથે ભગવાન પોતાની પ્રજાના હાલચાલ જાણવા નગરચર્યા કરે છે તેવી લોકમાન્યતા છે. કકલાસ કુંડ ખાતે ભગવાનના બાલસ્વરૂપ ગોપાલજી, બ્રાહ્મણો તથા ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું.ત્યારબાદ કકલાસ કુંડ ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાનનું પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    9 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ, 121 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો:દ્વારકામાં તહેવાર પૂર્વે ફૂડ વિભાગની તપાસ, બે એકમને નોટીસની ભલામણ‎
    Next Article
    વીજ પુરવઠો બંધ કરાયા બાદ શરતોધિન પુરવઠો પુનઃસ્થાપિત કરાયો:દમણ બાંસવાડા ગાર્મેન્ટ્સને પ્રદૂષણ નિયમોના ભંગ બદલ 1.47 કરોડનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment