Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનહિતલક્ષી સમસ્યાનું નિવારણ થાય તે અંગે કલેકટરે સૂચના આપી‎:ગીર સોમનાથમાં બેઠક, વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો રજૂ થયા

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ નાગરિકોની સમસ્યાઓ સાંભળી આ સમસ્યાઓનો ઉકેલ આવે એ દિશામાં હકારાત્મક કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યા હતાં. નાગરિકોએ રખડતા પશુઓની સમસ્યા અંગે, ગાંગેથાથી સરસ્વતી સીમશાળાને જોડતા રસ્તા અંગે, ગ્રામ્ય સ્તરે 1962 હેલ્પલાઈન કાર્યરત કરવા અંગે, અકસ્માત વીમાની રકમ, વીજ કનેક્શન મેળવવામાં મુશ્કેલી, વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં. કલેકટરએ નાગરિક પ્રથમ અભિગમ દાખવી સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા રજૂ થયેલા તમામ પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી હતી અને અરજીઓનો ત્વરિત નિકાલ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.નાગરિકોએ કરેલી સ્વાગત કાર્યક્રમ માટેની વિવિધ રજૂઆતો પરત્વે યોગ્ય પગલા લઈ અને જનહિતલક્ષી સમસ્યાનું ત્વરિત નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરએ સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ફૂડ વિભાગની હોટલો દાલબાટીની પેઢીઓમાં તપાસ‎:મોડાસામાં 25 કિલો અખાદ્ય ચીજોના જથ્થાનો નાશ કરાયો
    Next Article
    Toxic Day 1 Advance Booking Update: Yash Starrer Sees Strong Ticket Sales Ahead Of Release

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment