Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદે ચિંતા વધારી, રાજકોટના પટેલ યુવકની મોતની છલાંગ, રેખા-આશા અને કાજલનું રહસ્ય ઘેરાયું, વૈભવ સૂર્યવંશીએ બોલિંગમાં તબાહી મચાવી

    17 hours ago

    નમસ્તે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાતિ જનગણનાના સવાલોને લઈને પીએમ મોદીને લેટર લખ્યો. અલાહાબાદ હાઈકોર્ટે એક સગીર છાત્રાની હિજાબમાં સ્કૂલ આવવા અને ક્લાસ લેવાની અરજી ફગાવી દીધી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર જોન રેટક્લિફ ગુપ્ત રીતે મોસ્કો પહોંચ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ઈન્ડિયા-શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ કોલંબોમાં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ-ખડગેનો PM મોદીને પત્ર- જાતિ આધારિત વસતી ગણતરીનાં પ્રશ્નો બદલો:કહ્યું- તેમાં પછાત વર્ગ શબ્દ નથી, બિહાર-તેલંગાણા જેવી પ્રક્રિયા અપનાવવાની માગ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ જાતિ ગણતરીમાં જાતિઓના નામ નોંધવા અને ડેટા એકત્રિત કરવાની રીતનો વિરોધ કર્યો છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને વસ્તી ગણતરીમાં પૂછવામાં આવતા પ્રશ્નો બદલવાની માગ કરી છે. તેમણે કહ્યું કે તેને બનાવતા પહેલા રાજકીય પક્ષો, નિષ્ણાતો અને જનતાની સલાહ લેવી જોઈએ. વસ્તી ગણતરીના પ્રશ્નોમાં પછાત વર્ગ શબ્દ ન હોવા પર પણ વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેનાથી દેશમાં OBC વસ્તીના સાચા આંકડા સામે આવવામાં મુશ્કેલી થઈ શકે છે. તેલંગાણા અને બિહાર જેવી પ્રક્રિયા અપનાવવાની માગ કરી છે. 14 ઓગસ્ટના રોજ વસ્તી ગણતરી-2027માં પૂછવામાં આવનાર 40 પ્રશ્નોની યાદી જાહેર કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પૂર્વ CDS અનિલ ચૌહાણે કહ્યું- યુદ્ધ અને રાજનીતિ અલગ નથી:સરકારને વિકલ્પો આપવા તે સેનાની જવાબદારી છે, ઓપરેશન સિંદૂર વિદેશોમાં પણ ચર્ચાનો વિષય દેશના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે સેના, રાજકીય ઈચ્છાનું સીધું વિસ્તરણ છે. કોઈપણ દેશના રાજકીય હિતો સર્વોપરી હોય છે અને સેના તે હિતોનું રક્ષણ કરનારા અનેક માધ્યમોમાંથી એક છે. પૂર્વ CDSએ કહ્યું- “શરૂઆત એ વાતથી કરીએ કે રાજકારણ અને યુદ્ધ અલગ નથી. ક્લોઝવિટ્ઝે કહ્યું હતું કે યુદ્ધ અન્ય માધ્યમો દ્વારા રાજકારણને આગળ વધારવું છે.” પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે નવી દિલ્હીમાં ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. આ કાર્યક્રમ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂર્વ CDSએ રાષ્ટ્રીય સુરક્ષા અને લોકતાંત્રિક શાસનના સંબંધો પર વાત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વૈભવ બેટિંગમાં ફ્લોપ, બોલિંગમાં તબાહી મચાવી- VIDEO:4 બોલમાં 2 વિકેટ ઝડપીને દુલીપ ટ્રોફીમાં જાદુ બતાવ્યો; પોતાની ટીમને જીતાડવામાં રોલ ભજવ્યો દુલીપ ટ્રોફી 2026ની ક્વાર્ટર ફાઇનલમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 4 બોલમાં 2 વિકેટ લીધી. ઈસ્ટ ઝોન તરફથી રમી રહેલા વૈભવે નોર્થ ઈસ્ટ ઝોનની બીજી ઇનિંગ્સમાં એક જ ઓવરમાં 2 બેટર્સને પેવેલિયન ભેગા કર્યા. તેણે પોતાની બીજી ઓવરના બીજા બોલ પર કિશન લિંગદોહ અને પાંચમા બોલ પર ઇમલીવાતી લેમટૂરને આઉટ કર્યા. વૈભવે કુલ 3 ઓવર બોલિંગ કરી અને 11 રન આપીને 2 વિકેટ લીધી. તે બેટિંગમાં માત્ર 8 રન જ બનાવી શક્ો હતો. ઈસ્ટ ઝોને આ મેચમાં નોર્થ ઈસ્ટ ઝોનને ઇનિંગ્સ અને 210 રનથી હરાવ્યું. હવે ટીમ સેમિફાઈનલમાં સેન્ટ્રલ ઝોન સામે 30 ઑગસ્ટે રમશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4.અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીના ચીફનું રશિયામાં સીક્રેટ લેન્ડિંગ: ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી અચાનક પહોંચ્યા; રશિયા બોલ્યું- અમને ખબર નથી અમેરિકી એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર મંગળવારે મોસ્કોના એક એરપોર્ટ પર ઉતર્યું. અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ અમેરિકી સૈન્ય વિમાનનું રશિયામાં લેન્ડિંગ લોકોને ચોંકાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે વિમાને 23 ઓગસ્ટે વોશિંગ્ટન ડીસી નજીક આવેલા જોઈન્ટ બેઝ એન્ડ્રુઝથી ઉડાન ભરી હતી. આ જ તે અમેરિકી સૈન્ય અડ્ડો છે, જ્યાં રાષ્ટ્રપતિના વિમાનો ઊભા રહે છે. તેમાં એરફોર્સ વનનો પણ સમાવેશ થાય છે. વિમાનને મોસ્કો શા માટે મોકલવામાં આવ્યું, તેમાં કોણ સવાર હતું અને કયો સામાન લઈ જવામાં આવ્યો, તેનો જવાબ હજુ મળ્યો નથી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રશિયાનું કહેવું છે કે તેને આ વિશે કોઈ જાણકારી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવ્યા 3 નકલી લોન એપ્સ:ડેટા ચોરી અને ભારે વ્યાજ વસૂલવાની ફરિયાદ પર કાર્યવાહી; જાણો સુરક્ષિત એપ પસંદ કરવાની રીત ગૃહ મંત્રાલયની ફરિયાદ પર ગૂગલે વધુ 3 નકલી લોન એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. આ મહિને અત્યાર સુધીમાં આવી 9 છેતરપિંડી કરતી એપ્સ બંધ કરવામાં આવી છે. આ એપ્સ માત્ર તમારી અંગત માહિતી જ ચોરતી નથી, પરંતુ લોન આપ્યા પછી ખૂબ ઊંચું વ્યાજ માગે છે અને હેરાન કરે છે. ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા ટીમ (I4C)એ 19 ઓગસ્ટે ગૂગલને નોટિસ મોકલીને 3 નકલી લોન એપ્સને તાત્કાલિક હટાવવા જણાવ્યું હતું. આ 3 એપ્સના નામ છે: હોરાઇઝન કેશ સર્વિસ, મની સ્કોર મોનિટર અને જેલીક્રેડિટ. આરોપ છે કે આ એપ્સ ઓછા વ્યાજે 5 મિનિટમાં લોન આપવાની લાલચ આપીને લોકોને ફસાવતી હતી અને પછી તેમની પાસેથી ભારે વ્યાજ અને પેનલ્ટી વસૂલતી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. યુવકે 12માં માળેથી ઝંપલાવ્યું, લિવ-ઇન પાર્ટનરનો ચહેરો પકડીને વિલાપ, CCTV:રાજકોટના પાટીદારના રેખા સાથે લગ્ન, ડિવોર્સી આશા સાથે મૈત્રી કરાર, ફ્રેન્ડ કાજલના ઘરેથી કુદ્યો રાજકોટના રૈયાગામ સ્મશાન નજીકની 13 માળની પામ યુનિવર્સ બિલ્ડીંગના 12માં માળેથી ઝંપલાવી નિમેષ ભંડેરી(ઉં.વ.42) નામના યુવકે આપઘાત કર્યો છે. પાટીદાર મૃતકે ગત મોડી રાત્રે ડિવોર્સી લિવ-ઇન પાર્ટનર આશાની બહેનપણી કાજલના ઘરે જઈ 1.39 વાગ્યે ઝંપલાવ્યું હતું. ત્યાર બાદ કાજલે આ અંગે જાણ કરતા આશા દોડી આવી હતી અને નિમિષેનો ચહેરો પકડી વિલાપ કરવા લાગી હતી. નિમેષે તેની સ્ત્રી મિત્રની બહેનપણીના ઘરે કેવી રીતે પહોંચ્યો એ પણ સવાલ છે. પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. આશા તથા કાજલની પણ પૂછપરછ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાજ્યમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ:આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમીનો પારો 34.3°C હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો કે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન માછીમારો માટે દરિયામાં જવા અંગે પણ કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યમાં હાલમાં હવામાનની ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં સૌથી વધુ 32.6 મિલીમીટર (1.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : નીતિન ગડકરીએ કહ્યું- હવે વધુ કામ કરી શકતો નથી:નવી પેઢીને જવાબદારી સોંપવી જોઈએ; નાગપુરના કાર્યક્રમમાં નિવેદન આપ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ઈરાનને આર્થિક રીતે ‘પાયમાલ’ કરવા USનો માસ્ટરપ્લાન:સોના, ક્રિપ્ટોથી લઈને શિપિંગ સુધી...5 સેક્ટર્સ પર કડક પ્રતિબંધો, ભારતીય કંપનીઓ માટે રેડ એલર્ટ! (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : રિજિજુએ કહ્યું- રાહુલના નિશાના પર માત્ર હિંદુ કેમ:લઘુમતી મહિલાઓની વાત કેમ નથી કરતા; સમાજને વહેંચવા માટે દીકરીઓને ઓછી ન આંકશો (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 15% ઘટી:સખત ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે 2025-26માં ઘટાડો; ગયા વર્ષે 3.63 લાખ વિદ્યાર્થીઓ ગયા હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : PPF એકાઉન્ટથી બાળક માટે લાખોનું ફંડ બનાવો:500 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો, જાણો આને લગતા શું નિયમો છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : SA20 લીગે GDPમાં $406 મિલિયનનું યોગદાન આપ્યું:ચોથી ક્રિકેટ સીઝનમાં 9470 નોકરીઓનું સર્જન થયું; 22 મેચ હાઉસફુલ રહ્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. ધર્મ તહેવાર જ્યોતિષ : તારકાસુરના વધ માટે શિવ-પાર્વતીએ કાર્તિકેય સ્વામીને યુદ્ધમાં મોકલ્યા:પૌરાણિક કથામાં છુપાયેલા છે સંતાનના ઉછેરના 7 સિદ્ધાંતો (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કચરાના ઢગલામાંથી ચોકલેટની લૂંટ યુપીના કાનપુરમાં લોકો કચરાના ઢગલામાંથી એક્સપાયરી ચોકલેટ અને ટોફીઓ લૂંટતા નજરે પડ્યા. બાઈક સવાર હોય કે કાર સવાર, લોકોએ વાહન રોડ પર ઊભા રાખીને શક્ય એટલો સામાન લૂંટ્યો. ઘટનાનો વીડિયો વાયરલ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View-ગુજરાત હવે સીધું ચીનનાં રડારમાં:80 કિમી દૂરથી ટ્રિગર સેટ કર્યું, કચ્છ માથે મોટો ખતરો મંડરાયો, પાકિસ્તાન સાથે મળીને ઘેરવાનો સિક્રેટ પ્લાન ઘડાયો 2. ગુજરાત એક્સપ્લેનર-ખાંડ ખો કાઢશે:સરકાર તહેવારો સાચવી લેશે, દિવાળી પછી રોકેટની જેમ ભાવ ભાગશે; ખાંડને સફેદ રંગે રંગતા સલ્ફરે બાજી બગાડી, કિંમત સોના જેટલી 3. બે દીકરાને તરછોડી સ્વીટી પોલીસ અધિકારીના પ્રેમમાં પાગલ થઇ:PIની પત્ની 45 દિવસથી ગાયબ, અંતે અવાવરું હોટેલમાંથી મળ્યાં બળેલાં હાડકાં 4. આજનું એક્સપ્લેનર:સોનું 3 અઠવાડિયામાં 20 હજાર મોંઘું થયું, 4 મોટા કારણો; 3 મહિનાથી સ્થિર હતું, ડિસેમ્બર સુધીમાં કેટલી હશે કિંમતો? 5. પારકી પંચાત-સંઘવીનો ફોટો બાળ્યો ને ભડકો થયો, VIDEO:AAPના નેતાઓએ જબરા ઠેકડા માર્યા; ‘રોગચાળો ફેલાવનારા ભાગશે’ રાજકોટના મેયરે તડાફડી બોલાવી 6. જોજો, રાખડીના નામે ભાઈ-ભાભીને પીડા ન આપી દેતા!:8 વસ્તુના લીધે સ્કિન એલર્જીની શક્યતા, ખરીદતા પહેલાં 9 બાબતો ધ્યાનમાં રાખો; આ રાખડીઓ ન ખરીદો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:ગ્રહ-ગોચર મેષ અને સિંહ જાતકોના પક્ષમાં રહેશે, ધન અને કુંભ માટે સપનાને સાકાર કરવાનો દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પર ચીનનું ટ્રિગર:80 કિમી સુધી પહોંચી ગયું, કચ્છ માથે મોટો ખતરો, પાકિસ્તાન સાથે મળીને ભારતને ઘેરવાનો સિક્રેટ પ્લાન
    Next Article
    Stock Market Settlement Holiday For Eid-e-Milad: Can You Trade On BSE, NSE Today?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment