Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:ગ્રહ-ગોચર મેષ અને સિંહ જાતકોના પક્ષમાં રહેશે, ધન અને કુંભ માટે સપનાને સાકાર કરવાનો દિવસ

    3 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 26 ઓગસ્ટ 2026, બુધવારના રોજ શ્રાવણ સુદ તેરસ/ચૌદશ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ બપોરે 12:41 થી 2:15 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવઃ પ્રોપર્ટી કે વાહન ખરીદી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરી લો. આ સમયે પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. આ દરમિયાન કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જેના માધ્યમથી તમને લાભની શક્યતાઓ બનશે. નેગેટિવઃ અન્ય લોકોના મામલે દખલ કરવાથી બચવું અને પોતાના કામથી જ કામ રાખવું. કોઈ જાહેર સ્થળ પર વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. થોડો સમય આત્મમનન અને ચિંતનમાં પણ પસાર કરો. ઘરના વડીલોના માન-સન્માન અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. વ્યવસાયઃ જો તમે તમારા કારોબારમાં કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. તમારા નિર્ણયો સાચા સાબિત થશે. લવઃ પરિવાર સાથે ઓનલાઈન શોપિંગ અને મોજ-મસ્તીમાં સુખમય સમય પસાર કરવો સંબંધોને વધારે મધુર બનાવશે. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 6 પોઝિટિવઃ ઘરના રિનોવેશન સંબંધિત થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. જેના માટે વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે. પરિવારમાં પ્રોપર્ટી કે કોઈ અન્ય મુદ્દાને લઈને જે ગેરસમજ હતી, આજે તે કોઈ વ્યક્તિની દખલથી ઉકેલાઈ જશે. નેગેટિવઃ બધી જ જવાબદારીઓ પોતાના ઉપર લેવાની જગ્યાએ પરિવારમાં સભ્યો વચ્ચે વહેંચવાની કોશિશ કરો, આવું કરવાથી તમે તમારા માટે સમય કાઢી શકશો. કોઈ અપ્રિય વ્યક્તિના ઘરે આવવાથી વાતાવરણ નકારાત્મક થઈ શકે છે. વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં હાલ થોડાં સારા પરિણામ મળવાની શક્યતા છે. કામ સંબંધિત થોડી નીતિઓમાં ફેરફારની જરૂરિયાત છે. લવઃ પતિ-પત્નીના સંબંધો પોઝિટિવ અને સહયોગાત્મક રહેશે. પ્રેમ સંબંધને મર્યાદિત રાખો. સ્વાસ્થ્યઃ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્યુવેદિક વસ્તુઓનું સેવન કરતા રહો. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 9 પોઝિટિવઃ સમય ભરપૂર મહેનત કરવાનો છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. થોડાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે હળવા-મળવાથી તમને લાભદાયી કરાર પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ગંભીરતાથી કોશિશ કરતા રહે. નેગેટિવઃ જમીન સંબંધિત કોઈપણ દસ્તાવેજની કાર્યવાહી કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. નાની ભૂલના કારણે મોટો વિવાદ થઈ શકે છે. જો કોઈ યાત્રા કરી રહ્યું છે, તો પોતાના સામાનનું યોગ્ય ધ્યાન રાખે. વ્યવસાયઃ વ્યવસાયમાં હાલ યથાવત સ્થિતિ રહેશે. આ સમયે કોઈ નવું કામ કે યોજનાઓ સફળ થશે નહીં. મહેનત વધારે અને ઓછું પરિણામ મળવા જેવી સ્થિતિ બનશે. લવઃ લગ્નજીવનમાં કોઈ બહારની વ્યક્તિની દખલ થવા દેશો નહીં. કોઈપણ પારિવારિક મામલો એકસાથે બેસીને ઉકેલો. સ્વાસ્થ્યઃ વધારે કામના કારણે સર્વાઇકલ તથા ગળામાં દુખાવો જેવી સમસ્યા રહી શકે છે. લકી કલરઃ વાદળી લકી નંબરઃ 5 પોઝિટિવઃ આજે થોડો મિશ્રિત પ્રભાવ આપનાર દિવસ રહેશે. કોઈપણ અસમંજસની સ્થિતિમાં તમારા પ્રિય મિત્ર પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે. રોજિંદી દિનચર્યામાં થોડો પરિવર્તન લાવો, તેનાથી તાજગી અને ઊર્જા બની રહેશે. નેગેટિવઃ વરિષ્ઠ લોકો સાથે મિશ્રિત સમય તમારા વ્યવહારમાં સૌમ્યતા અને શાલીનતા જાળવી રાખશે. તમારી વસ્તુઓને સંભાળીને રાખો. થોડું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. ભાઈ-બહેનો સાથે પણ થોડો સમય પસાર કરો. વ્યવસાયઃ વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે. ઉન્નતિના અવસર મળશે. શેર માર્કેટમાં રસ રાખનાર લોકોને ફાયદો મળી શકે છે. નોકરિયાત લોકો કોઈ અધિકારીના કારણે મુશ્કેલીમાં પડી શકે છે. લવઃ લગ્નજીવનમાં નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરવાથી પારિવારિક વ્યવસ્થા યોગ્ય બની રહેશે તથા એકબીજા સાથે સંબંધોમાં મધુરતા બની રહેશે. સ્વાસ્થ્યઃ વધારે કાર્યભાર અને વ્યસ્તતાના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે. લકી કલરઃ ક્રીમ લકી નંબરઃ 2 પોઝિટિવઃ આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે બધી ચિંતાઓને છોડીને હળવા મુડમાં રહેશો. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ મનોરંજન અને મેળ-મિલાપમાં સમય પસાર થશે. યુવાઓ પોતાના કરિયરને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ વધારે ચર્ચામાં સમય ન પસાર કરીને પોતાના કાર્યોને પણ ગતિ આપો. આજે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. તમારી યોજનાઓને શરૂ કરવામાં સમય લગાવો. વ્યવસાયઃ વ્યવસાય સંબંધિત ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. નવી સફળતા સામે આવશે. વિચાર-વિમર્શ કરવામાં સમય ખરાબ ન કરો. તરત જ નિર્ણય લો. સરકારી નોકરીમાં વધારે કામનો ભાર રહેશે. લવઃ વ્યક્તિગત સમસ્યાની અસર લગ્નજીવન પર પડવા દેશો નહીં. સમય અને શાંતિથી સમય પસાર કરો. સ્વાસ્થ્યઃ વ્યક્તિગત પરેશાનીઓના કારણે માનસિક તણાવ રહી શકે છે. લકી કલરઃ બ્રાઉન લકી નંબરઃ 7 પોઝિટિવઃ રાજકીય કાર્યોને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. સાથે જ કોઈ જગ્યાએથી સહયોગ પણ પ્રાપ્ત થશે. આજે કોઈ શુભ સમાચાર મળવાથી તમારી અંદર તમે વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. નેગેટિવઃ ક્યારેક વ્યક્તિગત રીતે તમે જાતે જ એકલતાનો અનુભવ કરશો. પોતાને વ્યસ્ત રાખવા જ તેનો એકમાત્ર ઉપાય છે. ક્યારેક ગેરસમજના કારણે ભાઈ-બહેનો સાથે સંબંધોમાં અંતર વધી શકે છે. વ્યવસાયઃ વેપારમાં માર્કેટમાં અટવાયેલાં પેમેન્ટનો થોડો ભાગ આજે પ્રાપ્ત થઈ શકે છે. કર્મચારીઓના સહયોગથી યોગ્ય વ્યવસ્થા બની રહી છે. લવઃ પારિવારિક વાતાવરણ સુકૂન અને સુખ આપનારું રહેશે. સ્વાસ્થ્યઃ વધારે પ્રદૂષણ અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, લકી કલરઃ લીલો લકી નંબરઃ 8 પોઝિટિવઃ આજે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારી સંતુલિત દિનચર્યા અને વ્યવહાર તમને તમારા વ્યક્તિત્વને વધુ નિખારવામાં મદદ કરશે. જો તમારા ભવિષ્યને લઈને કોઈ કોશિશ કરી રહ્યા છો, તો આજે તેમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતા છે. નેગેટિવઃ સુખ-સુવિધાઓ પર ખર્ચ વધારે રહેશે. ફાયનાન્સ સંબંધી ગતિવિધિઓને લઈને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ-કોઈ સમયે બધું જ ઠીક હોવા છતાં પણ કોઈને કોઈ સ્થાને ખાલીપો લાગી શકે છે. વ્યવસાયઃ યુવાઓ વ્યવસાયિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે થોડી ખોટી પ્રવૃત્તિના કાર્યો તરફ રસ વધી શકે છે. લવઃ લગ્નજીવન સુખદ અને સુખમય રહેશે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી અતિ જરૂરી રહેશે. સ્વાસ્થ્યઃ થાક અને બેચેની હાવી થઈ શકે છે. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 1 પોઝિટિવઃ છેલ્લાં થોડા સમયથી જે કામને લઈને તમે કોશિશ કરી રહ્યા હતા, આજે તેને લગતા શુભફળની પ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક દેખરેખ તથા સુધાર સંબંધિત કાર્યોમાં યોગ્ય સમય પસાર થઈ શકે છે. નેગેટિવઃ ધ્યાન રાખો કે ઈર્ષ્યાની ભાવનાથી કોઈ મિત્ર વ્યક્તિ તમારું નુકસાન પણ કરી શકે છે. સંતાનની કોઈ સ્પર્ધાને લગતી બાબતોમાં ભાગદોડ કરવી પડી શકે છે. છેલ્લે આ ભાગદોડ સાર્થક પણ સાબિત થઈ શકે છે. વ્યવસાયઃ વ્યવસાયિક ગતિવિધિઓ થોડી સારી થવાની શક્યતા નથી. એટલે કામમાં થોડો ફેરફાર લાવવો જરૂરી છે. લવઃ પતિ-પત્નીના સંબંધોમાં તાલમેલ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઘરના કોઈ વ્યક્તિને સ્વાસ્થ્યની તકલીફ થઈ શકે છે. લકી કલરઃ ગુલાબી લકી નંબરઃ 4 પોઝિટિવઃ તમારી યોજનાઓને શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. સફળતા તમારી રાહ જોઈ રહી છે. તમારી યોગ્યતા તથા સફળતાની સામે તમારા વિરોધી પરાસ્ત થઈ શકે છે. તેમના દ્વારા કરવામાં આવેલી કોઈપણ નકારાત્મક ગતિવિધિ સફળ થશે નહીં. નેગેટિવઃ અન્ય લોકોના મામલે દખલ ન કરો અને કોઈને વિના માગ્યે સલાહ પણ ન આપો. નહીંતર તમે જ મુશ્કેલીમાં પડી શકો છો. ઘરના વડીલ તથા અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનને તમારા જીવનમાં ઉતારો. વ્યવસાયઃ માર્કેટિંગ સંપર્કોને મજબૂત કરવામાં ધ્યાન આપો, તેનાથી તમને ફાયદો થશે. મીડિયા અને પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલાં વ્યવસાય હવે ધીમે-ધીમે ગતિ પકડશે. લવઃ ઘરમાં વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. કોઈ નજીકના સંબંધીની સગાઈ સંબંધિત શુભ સૂચના મળી શકે છે. સ્વાસ્થ્યઃ વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. લકી કલરઃ ક્રીમ લકી નંબરઃ 1 પોઝિટિવઃ આજનો દિવસ થોડો સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરો, તેનાથી તમને સુકૂન મળશે અને તમારા કાર્યો ઉપર પણ તમે ધ્યાન આપી શકશો. યુવાઓને તેમની મહેનતનું પરિણામ મળશે. નેગેટિવઃ દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. સંતાનનો વ્યવહાર અને હરકતો તમારી ચિંતાનું કારણ બની શકે છે. સમસ્યાઓનું સમાધાન શાંતિપૂર્ણ રીતે મળી શકશે. અન્ય લોકોની જવાબદારી પોતાના ઉપર ન લો. વ્યવસાયઃ કારોબારમાં મન પ્રમાણે લાભ મળશે. ઓફિશિયલ ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. લવઃ જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશે. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય ઉત્ત રહેશે. તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખો. લકી કલરઃ લાલ લકી નંબરઃ 5 પોઝિટિવઃ તમારા સપના અને કલ્પનાઓ સાકાર કરવાનો ઉત્તમ સમય છે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે. સંબંધીઓને લગતો કોઈ વિવાદ ઉકેલાઈ જવાથી સંબંધો ફરી મધુર બનશે. નેગેટિવઃ જો યાત્રા કરી રહ્યા છો તો તમારા ખાનપાન પ્રત્યે વધારે સાવધાન રહો. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે. સાથે જ તમારા બજેટનું પણ ધ્યાન રાખો. ક્યારેક-ક્યારેક સ્વભાવમાં તણાવ અને ચીડિયાપણું તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ દૂર થશે. પરિવર્તન સંબંધી યોજનાઓ જલ્દી જ શરૂ થશે. લવઃ પારિવારિક સભ્યોનો સહયોગ તથા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવનાઓ ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે. સ્વાસ્થ્યઃ સંતુલિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય ઉત્ત રહેશે. લકી કલરઃ આસમાની લકી નંબરઃ 5 પોઝિટિવઃ જો કોઈ રાજકીય કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય અવસર છે. ઘરેલૂ તથા કામકાજી મહિલાઓ પોતાના ઘર પરિવાર પ્રત્યેની જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળ સક્ષમ રહેશે. નેગેટિવઃ ઘરના વડીલો સાથે વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં. જોખમી કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરવાથી નુકસાન થવાની શક્યતાઓ છે. યુવાઓ તથા વિદ્યાર્થીઓએ પોઝિટિવ રહેવા માટે મેડિટેશન, યોગ વગેરે કરવું જરૂરી રહેશે. વ્યવસાયઃ તમારી વ્યવસાયિક યોજનાઓને સીક્રેટ રાખો. જૂની પ્રોપર્ટીની લે-વેચ સંંબધિત વ્યવસાયમાં મહત્ત્વૂપર્ણ ડીલ થવાની શક્યતા છે. લવઃ પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવાથી તમને માનસિક સુકૂન મળશે. સ્વાસ્થ્યઃ વર્તમાન વાતાવરણથી તમે પોતાને સાચવીને રાખો. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 3
    Click here to Read More
    Previous Article
    26 ઓગસ્ટનું અંકફળ:અંક 1 અને 2ના જાતકો ઉપર શનિદેવની કૃપા રહેશે, સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે
    Next Article
    નર્મદા ભાજપ પ્રશિક્ષણ શિબિર પોઇચામાં યોજાઈ:AI અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકાયો, વિધાનસભાની ચૂંટણી માટે માર્ગદર્શન

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment