Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ફૂડ વિભાગની તપાસ તેજ:નિયમભંગ બદલ નોટિસ, દંડ અને પેઢીઓ બંધ કરાઈ

    2 days ago

    વલસાડ જિલ્લામાં નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી જિલ્લા ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી વિવિધ પેઢીઓ પર ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન વાપી, સંજાણ, ઉમરગામ અને પારડી સહિતના વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ, હોટલ અને ખાદ્ય પદાર્થોની પેઢીઓની મુલાકાત લેવામાં આવી હતી. સંજાણના નામપાડા ખાતે આવેલી બોમ્બે રેસ્ટોરન્ટમાં શિડ્યૂલ-4ની જોગવાઈઓનું પાલન થતું હોવા છતાં, મેડિકલ અને વોટર રિપોર્ટની અપૂર્તતા, પેસ્ટ કંટ્રોલનો અભાવ તેમજ ખુલ્લા કિચનમાં જીવજંતુઓને રોકવા માટે જાળી ન હોવા જેવી ખામીઓ જોવા મળી હતી. આથી, પેઢીને સુધારા માટે નોટિસ ફટકારવામાં આવી છે. સંજાણના ઉમરગામ રોડ પર આવેલી બોમ્બે કેટરસ હેન્ડ રેસ્ટોરન્ટ પાસે જરૂરી લાઇસન્સ કે નોંધણી ન હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રોજકામ કરવામાં આવ્યું હતું. શિડ્યૂલ-4 તથા સ્વચ્છતાના નિયમોનું પાલન પણ જોવા મળ્યું નહોતું. તપાસ બાદ સંચાલકે સ્વેચ્છાએ પેઢી બંધ કરી દીધી હતી. લાઇસન્સના અભાવે કમ્પાઉન્ડિંગ ઓફેન્સ હેઠળ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમરગામની ખાના ખજાના રેસ્ટોરન્ટમાં શિડ્યૂલ-4 અને સ્વચ્છતાનું પાલન જોવા મળ્યું હતું, પરંતુ મેડિકલ અને વોટર રિપોર્ટની અપૂર્તતા બદલ તેને પણ ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત, વાપીની બી.કે. ફૂડ (વોક ઓન ફાયર), હોટલ કેસરી, સંજાણની સનસાઈન ફેમિલી રેસ્ટોરન્ટ તથા પારડીની હોટલ શ્રીનાથ એન્ડ ગેસ્ટ હાઉસમાં શિડ્યૂલ-4 અને સ્વચ્છતાની જોગવાઈઓનું પાલન થતું જોવા મળ્યું હતું. સમવીર હોસ્પિટલ એલએલપી અને હોટલ એપીકલ સહિત અન્ય પેઢીઓની પણ તપાસ કરવામાં આવી હતી. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વલવીએ જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓની તપાસની કામગીરી સતત ચાલુ રહેશે. આ કાર્યવાહીથી વેપારીઓમાં નિયમોના પાલન અંગે સતર્કતા વધશે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે તંત્રની કામગીરીને વધુ વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    માળીયા હાટીનાની ઈંટાળી ગ્રામ પંચાયત વિસર્જિત, વહીવટદાર મુકાશે:વિકાસ કમિશનરે ઈંટાળી ગ્રામ પંચાયત બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો: રાજકીય વિવાદ અને 5 સામે 4 ની બહુમતીથી બજેટ ના મંજૂર રહેતા કડક કાર્યવાહી
    Next Article
    પારડી પોલીસે 11 પાડા ભરેલા ટેમ્પો સાથે ચાલકને પકડ્યો:બગવાડા ટોલનાકા પાસે ક્રૂરતાપૂર્વક હેરાફેરી, પાયલોટિંગ કરનાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment