Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના રાજુ સોલંકીના પુત્રને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ:સાક્ષીઓની જુબાની અને સમાધાનને ધ્યાને રાખી તમામ આરોપી દોષમુક્ત, સેશન્સ કોર્ટનો ચુકાદો

    2 days ago

    ​જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારવાના કેસમાં પૂર્વ ધારાસાભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દોષ મુક્ત જાહેર કર્યા છે. 30 મે 2025ના રોજ જૂનાગઢ શહેરના દાતાર રોડ પર અનુસૂચિત જાતિના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે માથાકૂટ થઈ હતી. ફરિયાદ અનુસાર, દેવાંગ સોલંકીનું ગાડીમાં અપહરણ કરી તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. તેમજ જાતિ વિષયક અપશબ્દો કહી અપમાનિત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જૂનાગઢ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા અને તેમના સાથીદારો સામે આઈપીસીની વિવિધ ગંભીર કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પણ વાંચો: ગોંડલમાં ગણેશ-જયરાજસિંહનું રાજુ સોલંકી સાથે સમાધાન ગણેશ જાડેજા લાંબા સમય સુધી જેલમાં રહ્યો હતો ત્યાર બાદ ​પોલીસે ગણેશ જયરાજસિંહ જાડેજા, જશપાલસિંહ ઉર્ફે જે.કે. રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાસ, અકરમ તર્કવાડીયા અને રમીશ પઠાણ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા. આ કેસની જૂનાગઢની સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે ફરિયાદી રાજુ સોલંકી અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કોર્ટ કાર્યવાહી દરમિયાન ફરિયાદી દેવાંગ સોલંકી અને મુખ્ય સાક્ષીઓએ રજૂ કરેલી પોતાની જુબાનીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાની બાબતને કોર્ટ સમક્ષ સમર્થન આપ્યું હતું. ​અંતે આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તમામ કાનૂની પરિસ્થિતિઓ, સાક્ષીઓની ફેરવાયેલી જુબાની અને પક્ષકારો વચ્ચે થયેલા આંતરિક સમાધાનને ધ્યાને રાખીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે. આ પણ વાંચો: બેશરમ 'ગણેશ ગોંડલ'ની હસતા મોઢે જેલમાં એન્ટ્રી રાજુ સોલંકી સહિત 6 પરિવારજનો પર ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો ​ જોકે જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી, તેમના પુત્ર સંજય સોલંકી, ભાઈ સાવન ઉર્ફે જવો સોલંકી અને પત્ની હંસા સોલંકી સહિત પરિવારના 6 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગંભીર ગુનો નોંધતા આ કેસમાં વળાંક આવ્યો હતો. પોલીસનું કહેવું હતું કે આ પરિવાર એક વ્યવસ્થિત ગુનાહિત ટોળકી ચલાવી રહ્યો હતો અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જોખમાય તેવા કૃત્યો કરી રહ્યો હતો. પોલીસે રાજુ સોલંકીના પરિવાર પર ગુજસીટોકનો ગાળિયો કસ્યો હતો. આ પણ વાંચો: જયરાજસિંહ સામે બાથ ભીડનાર રાજુ સોલંકી કોણ? પોલીસની આ કાર્યવાહી બાદ રાજુ સોલંકીનો પરિવાર કાનૂની સંકજામાં ફસાયો હતો, અને રાજુ સોલંકી સહિત પરિવારના છ સભ્યોએ ગુજસીટોકમાં જેલવાસ ભોગવ્યો હતો. ત્યાર બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરાતાં સભાગૃહમાં ભારે હોબાળો:ખાડીપૂર અને વળતર મુદ્દે 30 વર્ષના શાસનની પોલ ખોલી હતી, અસરગ્રસ્તોને ઓછું વળતર ચૂકવ્યાનો આક્ષેપ
    Next Article
    માળીયા હાટીનાની ઈંટાળી ગ્રામ પંચાયત વિસર્જિત, વહીવટદાર મુકાશે:વિકાસ કમિશનરે ઈંટાળી ગ્રામ પંચાયત બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો: રાજકીય વિવાદ અને 5 સામે 4 ની બહુમતીથી બજેટ ના મંજૂર રહેતા કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment