Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શ્રાવણ વ્યાખ્યાન માળાનું ચતુર્થ સત્ર યોજાયું:ભારતીય જ્ઞાન પરંપરામાં 'કાલ ગણના' વિષય પર વ્યાખ્યાન; સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સોમનાથ ટ્રસ્ટનું આયોજન

    1 day ago

    સોમનાથની પવિત્ર ભૂમિ પર શ્રાવણ માસ દરમિયાન ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિના વિવિધ પાસાંને ઉજાગર કરતી શ્રાવણ વ્યાખ્યાન માળાનું ચતુર્થ સત્ર યોજાયું હતું. આ સત્રનો મુખ્ય વિષય ‘કાલ ગણના’ હતો. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સમયગણનાની ભારતીય પરંપરા, જ્યોતિષશાસ્ત્ર અને બ્રહ્માંડની રચના અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય વક્તા પ્રો. શ્યામદેવ મિશ્રા અને ડૉ. કાર્તિક કુમાર પંડ્યાએ સમયગણનાના વૈજ્ઞાનિક પાસાં તથા રામાયણકાળમાં સમયના સ્વરૂપ પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યા હતા. ભારતીય જ્ઞાન પરંપરામાં કાલ ગણના અત્યંત વૈજ્ઞાનિક લખનઊ સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના જ્યોતિષશાસ્ત્રના પ્રોફેસર શ્યામદેવ મિશ્રાએ જણાવ્યું કે ભારતીય પરંપરામાં ત્રુટિથી કલ્પ સુધીની સમયગણના વૈજ્ઞાનિક છે. સમયનો અંતિમ બિંદુ બ્રહ્મ તત્ત્વ સાથે જોડાયેલો છે. બ્રહ્માનો દિવસ શરૂ થતાં સર્જન પ્રક્રિયા આરંભાય છે અને દિવસ પૂર્ણ થતાં બ્રહ્માંડ બ્રહ્મમાં લીન થઈ જાય છે. કોણાર્ક મંદિરના ઉદાહરણથી સમયની ગતિ સમજાવી પ્રો. મિશ્રાએ સ્પષ્ટ કર્યું કે જ્યોતિષશાસ્ત્ર પ્રકૃતિ અને માનવતા વચ્ચેના સંબંધને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. તેમણે કોણાર્ક મંદિરના સૂર્ય અને સાત ઘોડાના પ્રતીકનું ઉદાહરણ આપી સમયની ગતિ અને બ્રહ્માંડની વ્યવસ્થા સમજાવી હતી. આ સાથે તેમણે વેદ, ઉપનિષદ અને પુરાણોમાં સમયના તત્ત્વનું વિશ્લેષણ રજૂ કર્યું હતું. રામાયણકાળમાં સુવ્યવસ્થિત સમયગણનાની પરંપરા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક કુમાર પંડ્યાએ ‘રામાયણમાં સમયનું સ્વરૂપ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રામાયણમાં કલા, કાષ્ઠા, મુહૂર્ત, માસ અને વર્ષ જેવા એકમોનો ઉલ્લેખ દર્શાવે છે કે રામાયણકાળમાં પણ સમયગણનાની સુવ્યવસ્થિત પરંપરા પ્રચલિત હતી. મહાનુભાવોનું સ્વાગત અને આભારવિધિ કાર્યક્રમનો પરિચય અને સ્વાગત જ્યોતિષ વિભાગના વડા તથા સંયોજક ડૉ. નિત્યાનંદ ઓઝાએ કર્યું હતું. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રાદેશિક નિદેશિકા અરૂપા લહરીએ આભારવિધિ કરી હતી, જ્યારે સંચાલન એમ.એ. જ્યોતિષની વિદ્યાર્થીની આશ્કા લાબડિયાએ કર્યું હતું. શિક્ષકો અને જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં હાજર આ વ્યાખ્યાન માળામાં જ્યોતિષ વિભાગના સહાયક પ્રોફેસર શ્રીમતી અપૂર્વા અગ્રવાલ, ડૉ. રમેશ ચંદ્ર શુક્લા સહિતના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જ્યોતિષ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જનરક્ષક વાહનોના ફ્લેગ ઓફ સ્થળથી થોડે દૂર જ અકસ્માત:ગાંધીનગરમાં અદ્યતન ઇમરજન્સી સેવાનો પ્રારંભ, નાયબ મુખ્યમંત્રીના હસ્તે વાહનો રવાના થયા ને BSNL રોડ પર વાહન અથડાયું
    Next Article
    "Selecting Team On Sympathies": Legends Slam Indian Hockey Team After WC Exit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment