Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊંઝામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના જતનનો સંદેશ, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

    3 days ago

    ઊંઝા ખાતે આવેલી શ્રી જી. મ. કન્યા વિદ્યાલય દ્વારા મંગળવાર, 25 ઓગસ્ટ 2026ના રોજ ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘સંસ્કૃતં સંસ્કૃતિઃ, સંસ્કૃતિઃ ગૌરવમ્’ના સૂત્ર સાથે યોજાયેલી આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના જતન તથા સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રામાં વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિદ્યાલય પ્રાંગણથી યાત્રાનો પ્રારંભ સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન શ્રી જી. મ. કન્યા વિદ્યાલયના પ્રાંગણમાંથી કરવામાં આવ્યું હતું. શાળાથી નીકળેલી રેલી ઊંઝા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. સવારે 10:20 કલાકે યાત્રા APMC સર્કલ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ નિર્ધારિત રૂટ પર આગળ વધીને ફરી વિદ્યાલયના પ્રાંગણમાં પરત ફરી હતી. આ પ્રસંગે કન્યા કેળવણી મંડળના પ્રમુખ તથા ઊંઝાના ધારાસભ્ય કે. કે. પટેલ, ઊંઝાના મામલતદાર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના જગાવવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં શ્રી જી. મ. કન્યા વિદ્યાલયના આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સંસ્કૃત ભાષા તથા ભારતીય સંસ્કૃતિના જતનનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    BRTS બસમાં ચડતા સમયે યુવક પટકાયો'ને ટાયર ફરી વળ્યું, CCTV:4 દિવસની સારવાર બાદ દમ તોડ્યો, ભાઠેનામાં સિદ્ધિવિનાયક મંદિર નજીકનો બનાવ
    Next Article
    મનપાએ રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકાર્યો:લાલબાગ બ્રિજ નીચે ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી, શ્રમિકો કામચલાઉ આશ્રય બનાવીને રહ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment