Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વર્ણિમ સંકુલ-1 માં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઇઝ વિઝિટ:મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ સાથે પહોંચ્યા;અચાનક મુલાકાતથી વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી

    1 day ago

    ગાંધીનગર સ્થિત સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-1 ના ચોથા માળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. મુખ્યમંત્રીની આ બિનઅધિકૃત અને અચાનક થયેલી મુલાકાતને પગલે સચિવાલયના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંકુલના ચોથા માળે મુખ્યમંત્રી કચેરીના વહીવટી અધિકારીઓ બેસતા હોવાથી મુખ્યમંત્રીએ સીધા જઈને ત્યાંની વ્યવસ્થા નિહાળી હતી. ટોચના વહીવટી અધિકારીઓ પણ સાથે જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ અને અધિક મુખ્ય સચિવ વિક્રાંત પાંડે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ ચોથા માળે સ્થિત કચેરીઓમાં બેસતા તમામ વહીવટી અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને વહીવટી પ્રક્રિયાઓ અંગે વાતચીત કરી હતી. કામગીરીની સીધી માહિતી મેળવવાનો પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ અનેક સરકારી કચેરીઓ અને વહીવટી સ્થળોએ આ રીતે અચાનક મુલાકાત લેતા રહ્યા છે. આવી સરપ્રાઇઝ વિઝિટના માધ્યમથી સરકારી કામગીરીની વાસ્તવિક સ્થિતિ, અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરી અને સચિવાલયની વહીવટી વ્યવસ્થાની સીધી માહિતી મેળવવામાં મદદ મળે છે. મુલાકાતના સત્તાવાર હેતુ અંગે ચર્ચા ચોથા માળે મુખ્યમંત્રી તેમજ રાજ્યના ટોચના વહીવટી અધિકારીઓની હાજરીને પગલે સચિવાલયમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુલાકાત દરમિયાન કોઈ ચોક્કસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી કે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો કે પુષ્ટિ સામે આવી નથી..
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં હત્યાનો આરોપી છેક 22માં દિવસે ઝડપાયો:ભક્તિનગર સર્કલ પાસે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનું ઢીમ ઢાળી દેતા સાળાની ધરપકડ
    Next Article
    વિસનગર રોડ પર કારે બે રિક્ષાને ટક્કર મારી, વૃદ્ધાનું મોત:મૃતકના પતિ અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત, અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment